Groundnut price today (મગફળી ના ભાવ આજનો): નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઈ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઈ છે અને થોડાં સોદા પણ થયાં છે.
મગફળીનું વધુ ઉત્પાદન, મોંઘાવારી વચ્ચે ચીનના સિંગતેલ સોદા શરૂ
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક રહેવાની ધારણા છે, ભાવ ટેકા કરતા નીચે જતા રહેતા સૌરાષ્ટ્રનું સીંગતેલ ખરીદવા ચીન આગળ આવ્યું છે. વિશ્વ બજારમાં ભારતીય તેલ સસ્તું હોવાથી કામકાજની શરૂઆત થઈ છે એમ બ્રોકરોએ જણાવ્યું હતુ.
સીંગતેલનું ઉત્પાદન દશેરા પછી સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે શરું થયું હતુ. હવે દિવાળી પછી મિલોમાં ધમધમાટ વધ્યો છે. એક ટકો અને બે ટકા એફએફએવાળું તેલ ધૂમ બને છે અને વેચાય છે.
સીંગતેલમાં ચીનની ખરીદી નીકળી, મગફળીનું બમ્પર ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે ભાવ વધુ ન તૂટવાની આશા બંધાઈ…
સૌરાષ્ટ્રના સીંગતેલના નિકાસ માટે ચીનની વધતી માંગ
બ્રોકરોએ કહ્યા પ્રમાણે ૧૬૩૦-૧૬૫૦ના ભાવથી ર ટકાવાળા તેલના સોદા ચીન માટે શરૂ થયા છે. અલબત્ત જથ્થો હજુ નાનો છે પણ ચીનને સૌરાષ્ટ્રના સીંગતેલની ખરીદી કરવા છેલ્લાં કેટલાક વર્ષોથી લગભગ દર સાલ આવવું પડે છે. આશરે એકથી દૉઢ લાખ ટનની ખરીદી આ વર્ષે પણ કરે તેવી સંભાવના છે.
સસ્તાં તેલનો લાભ, સીંગતેલના બજારમાં તેજી
તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે આયાત જકાતમાં મોટો વધારો કરતા પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલ મોંઘા થઈ ગયા છે. સસ્તાં હોવાને લીધે સીંગતેલ અને કપાસિયા તેલ સાથે આયાતી તેલની સીધી હરિફાઈ રહેતી હતી.
ડ્યૂટીના કારણે આયાતી તેલ મોંઘા, સીંગતેલની માંગ વધી
જોકે ડ્યૂટીને લીધે આયાતી તેલ મોંઘા થયા છે અને કપાસિયા તેલ પણ સસ્તું નથી બચ્યું. આ સંજોગમાં સીંગતેલમાં વપરાશી માગનું જોર વધારે આવી ગયું ચે. સીંગતેલની ખપત લોક્લમાં વધી છે. નિકાસ માટે પૂછપરછ પણ સારી છે.
ચીનની માંગ વધતા મગફળીના નિકાસને વેગ મળશે
બ્રોકરોએ કહ્યું કે, ચીનને ભારત સિવાય હાલ તો ક્યાંયથી સસ્તુ સીંગતેલ મળે એવા સંજોગ દેખાતા નથી એટલે સોદા શરૂ થયા છે. હવે આગળ જતા કેવા સોદા થાય છે એના પર સૌની નજર છે. ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનુ ઉત્પાદ ૪૦ થી ૪ર લાખ ટન વચ્ચે થશે એમ ધારવામાં આવ્યું છે.
ટેકાની ખરીદીની શરૂઆત પછી ભાવમાં સુધારાની આશા
ઉત્પાદન પાછલી સીઝન કરતા ૧૦ લાખ ટન જેટલું વધારે દેખાય છે. મગફળીના ભાવ એ કારણ પર ઘટીને ટેકાના ભાવ રૂ-.૧૩૫૬ની નીચે આવી ગયા છે. ટેકાના ભાવથી ૧૧મી નવેમ્બરના દિવસથી ખરીદીનો આરંભ પણ થવાનો છે. એ પૂર્વે નિકાસ સોદા પડતા મગફળીના ભાવને ટેકો મળે તેવી શક્યતા ઉજળી બની છે. ભારેખમ પાક છે એટલે નિકાલ પણ સરળ બની જાય એમ છે.
ચીનની ખરીદીથી મગફળીના ખેડૂતોને લાભ મળશે
સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ અત્યારે ૧ ટકામાં રૂ. ૧૫૧૦ ચાલી રહ્યો છે. ર ટકાનો ભાવ તેનાથી આશરે રૂ. ૫૦ જેવો નીચો ચાલે છે. ચીનની ખરીદી સારી રહે તો ખેડૂતોને લાભ મળશે. સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બેથી અઢી લાખ ગુણી વચ્ચે રોજબરોજ થવા લાગી છે.