Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
  • મગફળીનું ઉત્પાદન: 2024-25માં ગુજરાતમાં મગફળીનું વાવેતર 19.18 લાખ હેક્ટર અને ઉત્પાદન 58 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે.
  • વિશ્વની માંગ: મગફળીની નિકાસમાં વધારો થતો જોવા મળ્યો છે, 2024માં 10 લાખ ટન નિકાસની અપેક્ષા છે.
  • ભાવ અને ટેકો: મગફળીના ટેકાના ભાવ મણના ₹1356.60 નક્કી કરાયા છે, જે બજારમાં સુધારો લાવવા માટે મદદરૂપ થશે.
  • માર્કેટ ભવિષ્ય: નવેમ્બર-ડિસેમ્બર 2024 દરમિયાન મગફળીના ભાવ મણના ₹1150-₹1280 સુધી રહેવાની શક્યતા છે.
  • ખેડૂતો માટે માર્ગદર્શન: વધુ ઉત્પાદન અને આયાતને ધ્યાનમાં રાખીને, ખેડુતોએ મગફળીનો સંગ્રહ ન કરતા, ટેકાના ભાવે વેચાણ કરવું મહત્વપૂર્ણ છે.

Groundnut price today (મગફળીનાં ભાવનું અનુમાન સર્વે): ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું રહેલ છે અને ચાલું ખરીફ ૨૦૨૪-૨૫ પણ ખુબજ સારું રહેલ. જો કે ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મગફળીનાં પાકને ખાસ્સું નુક્સાન થયેલ છે. આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૪, ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૯.૧૮ લાખ હેક્ટર જેટલું થયેલ છે, જે ગત વર્ષે ૧૬.૩૫ લાખ હેક્ટર હેક્ટર જેટલું હતું.

ખરીફ મગફળીના રેકોર્ડ ઉત્પન્નનો અંદાજ

ચાલું વર્ષે વરસાદની વહેચરણ યોગ્ય રહેલ જેથી ઉપજ સારી મળશે, ગુજરાતમાં ચાલું વર્ષે ખરીફ મગકળીનું ઉત્પાદન ૫૮ લાખ ટન જેટલું વિક્રમજનક થવાનો અંદાજ છે (પ્રથમ આગોતરો અંદાજ તા. ૨૩-૦૦૯-૨૦૨૪) જે ગત વર્ષે ૪૫ લાખ ટન જેટલું હતું.

ખરીફ મગફળીનું વિસ્તૃત વાવેતર

દેશમાં ચાલું વર્ષ ખરીફ મગફળીનું વાવેતર, ગત વર્ષનાં ૪૦.૪૪ લાખ હેક્ટર કરતાં વધીને અંદાજે ૪૭.૮૫ લાખ હેક્ટર જેટલુ થયેલ છે, અને ઉત્પાદન પણ વધારે અંદાજે ૧૦૩ લાખ્‌ ટન જેટલું થશે (પ્રથમ આગોતરો અંદાજ તા. ૫-૧૧-૨૦૨૪) જે ગત વર્ષે ૮૭ લાખ ટન જેટલું હતુ.

મગફળીના ભાવમાં બદલાવ

દેશમાંથી સાલું વર્ષે ૬.૮૧ લાખ ટન જેટલી મગફળી (સિંગદાણા)ની નિકાસ થયેલ જે ગત વર્ષે ૬.૬૯ લાખ ટન હતી અને ચાલું વર્ષે અંદાજીત ૧૦ લાખ ટન જેટલી નિકાસ થશે. તે ઉપરાંત, વષ ર૨૦૨૩-ર૪માં અંદાજીત ૧.ર૬ લાખ ટન સીંગતેલની નિકાસ થયેલ. આથી મગફળીના ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩ મા મણના રૂ.૧૩૦૦ જેટલા હતાં, જ જૂન ૨૦૨૪ સુધી આ સપાટી આજુબાજુ રહેલ. ત્યારબાદ ખરીફ ૨૦૨૪-૨૫ માં મગફળીનું વાવેતર વધતા તેના ભાવ ઘટેલ છે.

મગફળીના વર્તમાન બજારભાવમાં સ્થિરતા

હાલ ગુજરાતની વિવિધ બજારોમાં મગફળીનો ભાવ મણના રૂ. ૧૨૦૦ જેટલો પ્રવર્તમાન છે, જે કાપણી સમયે આ સપાટી આસપાસ રહેવાની શક્યતા છે. સને ૨૦૨૪-૨૫ માટે ભારત સરકારશ્રીએ મગફળીનો ટેકનો ભાવ મણનાં રૂ.૧૩૫૬.૬૦ (ક્વિન્ટલ દીઠ રૂ. ૬૭૮૩) નક્કી કરેલ છે, જે ગત વર્ષે મણના રૂ.૧૨૭૫.૪૦ હતાં.

તેલીબિયાનું ઉત્પાદન અને ખાધતેલની આયાતમાં ઘટાડો

ગત વર્ષ ર૨૦૨૩-ર૪ દેશમાં તેલીબિયાનું કુલ ઉત્પાદન આશ ૩૬૯,૭ લાખ ટન થયેલ હતું. જે અગાઉના વષની સરખામણીમાં ૪ ટકા ઓછું હતુ. વર્તમાન ખરીફ તેલીબિયાનું ઉત્પાદન ૨૫૭ લાખ ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષે ર૪ર્‌ લાખ ટન થયેલ હતુ. વર્ષ ૨૦૨૩-ર૪ દેશમાં ખાધતેલની આયાત ૧૫૫ લાખ ટન થયેલ હતી. જે ગત વષ ૨૦૨-૨૨૩માં ૧૫૭ લાખ ટન થયેલ હતી. ચાલું વર્ષે એપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં દેશમાં ૮૮ લાખ ટન જટલા ખાધ્યતેલની આયાત થયેલ છે.

જૂનાગઢ કૃષિ યુનિવસિટીની મગફળી ભાવ અનુમાન સર્વે

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અથશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવસિટી, જૂનાગઢની સશોધન ટીમે ગોડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં મગફળીના એતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ.

મગફળીના ભાવની સ્થિતિ અને ટેકાનો સહારો

જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, મગફળીનો ભાવ નવેમ્બર થી ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન મણનાં રૂ. ૧૧૫૦ થી ૧૨૮૦ (ક્વિન્ટલ દોઠ રૂ.૫૭૫૦- ૬૪૦૦) રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઈઓ પોતાની રીતે અનિણય કરીને, મગફળીનો સંગ્રહ ન કરતા, કાપણી પછી તરત જ શક્ય તેટલો જથ્થો ટેકાના ભાવે (ખરીદ કેન્દ્રો ખાતે માર્કેટ aયાર્ડમાં) વેચાણ કરવા સુચન છે.

ગુજરાતમાં મગફળીના ઊંચા ઉત્પાદનનો અંદાજ

આ વર્ષે, ખાસ કરીને ગુજરાતમાં મગફળીનાં ઉચા ઉત્પાદનનો અંદાજ તેમજ ખાધતેલની બહોળા પ્રમાણમાં થતી આયાતને ધ્યાને લેતા નજીકના ભવિષ્યમાં તેના ભાવ વધવાની શક્યતા ઓછી છે. જો કે, ટેકાનો ભાવ બજારને સારો ટેકો આપશે.

Leave a Comment