આજના મગફળીનાં બજાર ભાવ: ગોંડલમાં પશ્ચિમ બંગાળની મગફળીની ૫૦૦ બોરીની આવક થઈઃ ભાવ સ્ટેબલ, વેપારીઓના મતે હવે બહુ વરસાદ ન આવે તો પંદર દિવસમાં ઊભડી જાતો આવવા લાગશે.
- મગફળીના ભાવ: શનિવારે બજારમાં મગફળીના ભાવમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહોતો, પરંતુ ખાંડીએ રૂ. ૨૦૦નો સુધારો નોંધાયો હતો.
- ગોંડલ યાર્ડ: ગોંડલ યાર્ડ એક દિવસ માટે ખુલ્લું હતું, પણ આવકો બહુ ઓછી હતી. ત્યાં કુલ ૧૦૦૦-૧૫૦૦ બોરી લોકલ મગફળી, પશ્ચિમ બંગાળની ૫૦૦ બોરી અને ૧૦૦૦ ગુણી જૂની પેન્ડિંગ પડી હતી.
- મગફળીના વેપાર: પશ્ચિમ બંગાળની મગફળી રૂ. ૧૦૫૦ના ભાવથી વેચાઈ હતી, જ્યારે લોકલ મગફળીના ભાવ જી-૨૦ માટે રૂ. ૧૧૦૦ થી ૧૨૫૦, બીટી ૩ માટે રૂ. ૧૦૫૦ થી ૧૨૦૦, ૩૭ નંબર માટે રૂ. ૧૧૦૦, અને ૩૯ નંબર માટે રૂ. ૧૧૦૦ થી ૧૨૦૦ હતા.
- આગામી દિવસો: હવે ૧પમી સપ્ટેમ્બરથી નવી મગફળીની આવકો થોડી-થોડી ચાલુ થવાની શક્યતા છે. પરંતુ હાલ વેચવાલી ઓછી રહેવાની સંભાવના છે.
- જમીન અને પાક પર અસર: જો વરસાદ ન પડે અને તડકું રહે, તો પાકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે અને ઉત્તમ ઉતારા મળવાની આશા છે.
- યાર્ડની કાર્યક્ષમતા: ગોંડલ યાર્ડ રવિવારથી મંગળવાર સુધી બંધ રહેશે, પરંતુ બુધવારથી નિયમિત શરૂ થઈ જશે. રાજકોટ યાર્ડ મંગળવારથી શરૂ થશે.
મગફળીના બજારમાં ભાવની સ્થિતી
મગફળીની બજારમાં શનિવારે ભાવમાં ખાસ કોઈ ઓટ વેચવાલી નહોતી,પરંતુ બજારમાં ખાંડીએ રૂ.૨૦૦ જેવો સુધારો હતો. બીજી તરફ ગોંડલ યાર્ડ એક દિવસ માટે ચાલુ થયું હતું પરતુ આવકો બહુ ઓછી હતી.
ગોંડલ યાર્ડમાં મગફળીની ઓછી આવકો
ગોંડલમાં કુલ લોકલ ૧૦૦૦ થી ૧૫૦૦ બોરી, પશ્ચિમ બંગાળની ૫૦૦ બારી અને ૧૦૦૦ ગુણી જૂની પેન્ડિંગ પડી હતી. આમ બધાના શનિવારે વેપારો થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળની મગફળી રૂ.૧૦૫૦ના ભાવથી ગઈ હતી.
આજના મગફળીનાં બજાર ભાવ
લોકલ મગફળીમાં જી-૨૦માં રૂ.૧૧૦૦ થી ૧૨૫૦, બીટી ૩રમાં રૂ.૧૦૫૦ થી ૧૨૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦ અને ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ના ભાવ હતાં.
આગામી દિવસોમાં મગફળીની સ્થિતિ
મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલના તબક્કે બજારમા ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને ગોંડલ યાર્ડ હવે રવિવારથી મંગળવાર ત્રણ દિવસ બંધ રહશે. બુધવારથી નિયમીત શરૂ થઈ જશે. રાજકોટ યાર્ડ મંગળવારથી ચાલુ થઈ જશે. આ બંને યાર્ડમાં હવે આવકો કેવી રહે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
નવી મગફળીની આવકોનું અનુમાન
વેપારીઓ કે છેકે હવે જો વરસાદ ન આવે તો પંદર દિવકમાં નવી ઉભડી જાતોની મગફળીની આવકો આવવા લાગશે. વાતાવરણ સારૂ છે અંને બે દિવસ તડકા રહે તો પાકમાં રોનક આવી જાય તેમ છે અને ઉતારા પણ સારા મળી જાય તેવી ધારણાં છે.
મગફળીના બજારમાં વેચાણમાં ઘટાડો
આગામી દિવસોમાં મગફળીની બજારમાં હવે વેચવાલી બહુ ઓછી જ રહેશે, પંરતુ ૧૫મી સપ્ટેમ્બરથી નવી આવકો થોડી-થોડી આવકો ચાલુ થવા લાગશે.