Gujarat Weather Update અશોક પટેલની આગાહી: સિસ્ટમ્સ કચ્છમાંથી દરિયામાં આવશે ત્યારે વાવાઝોડામાં પરિવર્તીત થશે સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ તરફ એટલે કે આપણાથી દુર જાય છે, આજનો દિવસ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે : કાલથી ઓછી થતી જશે, એક નવું લો પ્રેશર ઉદ્ભવ્યું.
- કચ્છ પરનું ડીપ ડિપ્રેશન આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તીત થવાની શક્યતા છે.
- સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના કારણે તે ભારતથી દૂર જશે અને તેની અસર ઓછી થશે.
- આજના દિવસ દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે, પરંતુ આવતીકાલથી અસર ઘટશે.
- મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધશે.
- નવી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત અને તેની નજીકના વિસ્તારો પર 2/3 સપ્ટેમ્બરથી અસર કરી શકે છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓછો વરસાદ અને કવરેજ રહેવાની ધારણા છે.
- વાવાઝોડા જેવી સ્થિતિ માટે હવામાન ખાતાની સૂચનાઓનું પાલન કરવું.
મુખ્ય મુદ્દાઓ
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજની અસર
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે કચ્છ પરનું ડીપડીપ્રેશન આજે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતા ચક્રવાતી તોફાનમાં પરિવર્તીત થવાની ધારણા છે. સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે કે આપણાથી દુર જાય છે. આજનો દિવસ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે. આવતીકાલથી અસર ઓછી જોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતું.
૨૪ કલાકમાં અસરોમાં ઘટાડાની સંભાવના
તેઓએ જણાવેલ કે હાલની સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન આજે સવારે Lat. 23.5N અને Long. 68.5E કચ્છ દરિયા કાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ટ્રેક કરે છે એટલે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. સિસ્ટમ્સ મજબૂત થઇને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. સિસ્ટમ્સ આગામી બે દિવસમાં મુખ્યત્વે ભારતથી દૂર ટ્રેકિંગ કરશે તેથી તેની અસરો ૨૪ કલાકમાં ઓછી થઈ જશે.
બંગાળની ખાડીમાં WMLP થવાની શક્યતા
મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર ગઈકાલે હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર WMLP થવાની સંભાવના છે. ત્યારપછી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી બે દિવસદરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે વરસાદની આગાહી
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા. ૩૦ ઓગસ્ટ થી ૬ સષ્ટેમ્બર ૨૦૨૪ સુધીની આગાહી કરતાં જણાવેલ કે, કચ્છની નજીકની સિસ્ટમ્સ મુખ્યત્વે આગામી બે દિવસ પશ્ચિમ તરફ ગતિ કરવાની શક્યતા હોય આજે પશ્ચિમ સૌરાષ્ટ્રઅને કચ્છને અસર કરી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે.
ગુજરાતમાં ચોમાસુ વરસાદની આગાહી
નવી લો પ્રેશર સિસ્ટમ્સ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર ર/૩ સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયન ને કરે તેવી ધારણા છે. ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે. આગાહીની વિગત ૨/૩ તારીખના આપવામાં આવશે અને વાવાઝોડા જેવી સ્થિતિ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.