ગોંડલમાં લાલ મરચાની આવકથી યાર્ડો છલકાયો, કેવા રહ્યા મરચાના ભાવ?

લાલ સૂકા મરચાંની બજાર આવકો એ જોર પકડ્યું છે. બજારો આજે પણ સારા લેવલ પર ટકેલી છે. માર્ચ એન્ડીંગની રજાઓ પુરી થઇ, તા.ર, એપ્રિલથી લગભગ યાર્ડો શરૂ થવાના છે. બધા યાર્ડોમાં રવી સિઝનની જણસીઓ હોંબેશ ઠલવાઇ રહી છે. મસાલા પાકો અને ઘઉ જેવા પાકોમાં લોકલ ડિમાન્ડ શરૂ થવાનો આ સમય છે, તેથી ખુલ્લી મરચાના બજારના ભાવ … Read more

ગુજરાતમાં લસણની બજાર ખુલતાની સાથે નીચા ભાવથી સુધારવાની ધારણાં

હાલ લસણનાં બજાર ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. મધ્યપ્રદેશમાં નવા લસણની સાથે ગુજરાતમાં પણ નવા લસણની આવકો સારી થઈ રહી છે અને એપ્રિલનાં પહેલા સપ્તાહમાં યાર્ડો એક સપ્તાહની રજા બાદ ખુલ્યા બાદ કેવી આવકો થાય છે તેનાં ઉપર આધાર છે. જો આવકો વધુ થશે તો બજારો થોડા સમય માટે દબાય શકે છે, પંરતુ … Read more

એપ્રિલ મહિનામાં એરંડાની અવાક વધશે, એરંડા રાખવો કે વેચવો?

હાલ એરંડાની બજાર આવક પીઠા બંધ હોઇ સાવ બંધ છે. એપ્રિલની શરૂઆતમાં નવી આવક ચાલુ થશે. ગત્ત સપ્તાહે પીઠા બંધ રહ્યા ત્યારે એરંડાની આવક વધીને ૧ લાખ ગુણી સુધી પહોંચી ચુકી હતી. એપ્રિલમાં પીઠા ખુલશે ત્યારે આવક વધીને સવા થી દોઢ લાખ ગુણી રોજની જોવા મળશે ત્યારે એક વાત નક્કી છે એરંડાના ભાવ થોડા ઘટશે. … Read more

ગુજરાતમાં ડુંગળીની આવક સરેરાશ ઘટતા લાલ ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. મહુવામાં શુક્રવારે … Read more

હાલ ઘઉંનાં ભાવમાં સ્થિરતા, એપ્રિલમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના

હાલ ઘઉં બજારમાં ભાવ સ્થિર હતાં. ગુજરાતમાં મોટા ભાગનાં પીઠાઓ આજે બંધ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતનાં હિંમતનગર અને તલોદ જેવા છૂટક પીઠાઓ ખુલ્લા હતા, પંરતુ ત્યાં બજારો સરેરાશ ટકેલી રહી હતી. નિકાસમાં પણ ખાસ વેપારો નહોંતા અને સ્ટોકિસ્ટોએ આવતીકાલ સુધી લોડિંગ ચાલુ રાખ્યું પછી સીધું એપ્રિલથી શરૂ થાય તેવી ધારણાં છે. હિંમતનગરમાં ઘઉની ૭,૦૦૦ ગુણીની આવક … Read more

મહારાષ્ટ્રના નાશીકમાં ડુંગળીના પાકમાં નુકશાન થતા ડુંગળીના ભાવ ઊચકાયાં

ફરી ડુંગળીનાં બજાર ભાવ માં સુધારો જોવા મળી રહ્યો છે. નાશીકમાં ડુંગળીનાં પાકને તાજેતરમાં પડેલા વરસાદથી નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરેરાશ ભાવમાં ફરી સુધારો જોવામળ્યો છે. જોક આગામી દિવસોમાં ભાવ બહુ વધી જાય તેવી સંભાવનાં નથી, કારણ કે આવકો સતત વધી રહી છે અને હોળી પછી આવકોમાં મોટો વધારો ગુજરાત બહાર થશે. ગોંડલમાં આજે … Read more

સૌરાષ્ટ્રમાં લસણની આવકો ઘટતા લસણના ભાવમાં આવ્યો વધારો

લસણ બજારમાં આવકો ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો થયો હતો. લસણની આવકો હજી જોઈએ એવી આવતી નથી અને એપ્રિલ મહિનાથી આવકો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી હ્યાં છે. તડકા હવે બરાબરનાં પડવા લાગ્યાં હોવાથી કાઢેલું લસણ ઝડપથી સુકું બની જશે અને જો લસણના બજાર ભાવ સારા રહેશે તો ખેડૂતોની વેચવાલી આવે … Read more

ગુજરાતમાં સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવમાં આવ્યો સુધારો

ઘઉંનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખાસ કરીને સારી ક્વોલિટીનાં ઘઉંનાં બજાર ભાવ આજે પીઠાઓમાં મણે રૂ.૨૦ સુધર્યા હતાં. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ પડવાને કારણે ઘઉંની ક્વોલિટીને મોટી ફટકો પડ્યો છે. ઘઉંનાં ઉત્પાદન ઉપર કોઈ અસર નહીં થાય, પંરતુ ક્વોલિટીને અસર પહોંચી શકે છે, જેને પગલે સારી ક્વોલિટીનાં ઘઉની આવકો આગામી દિવસોમાં ઓછી આવે … Read more