Bharat Brand Products Price: હવે સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ભારત બ્રાન્‍ડનો લોટ, ચોખા અને દાળ પણ મોંઘા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

Bharat Brand Products Price (ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સ કિંમત): હાલ મોંઘવારીથી માત્ર તમે અતે હુંજ પરેશાન નથી. સરકાર પણ આનાથી પરેશાન છે. એટલા માટે સબસિડી પર વેચાતા ભારત બ્રાન્ડના લોટ, ભારત બ્રાન્ડના ચોખા અને ભારત દાળના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સની નવી કિંમતો

નવી કિંમતો આજથી જ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. હવે ૧૦કિલો ભારત બ્રાન્ડ આટા ૩૦૦ રૂપિયામાં મળશે જ્યારે ૧૦ કિલો ભારત ચોખાની કિંમત ૩૪૦ રૂપિયા હશે. અગાઉ ૧૦ કિલો ભારત લોટની કિંમત ૨૭૫ રૂપિયા હતી જ્યારે ૧૦ કિલો ભારત ચોખાની કિંમત ૨૯૦ રૂપિયા હતી. એટલું જ નહીં ભારત દાળના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હવે ભારત બ્રાન્ડની ચણાની દાળ ૬૫ રૂપિયાને બદલે ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર અફેર્સ સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું કે તહેવારોની સિઝનમાં લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે, ભારત બ્રાન્ડ ફેઝ-૨ આજે એટલે કે રર ઓક્ટોબર, ૨૦૨૪થી શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ હવે ‘ભારત લોટ’ અને ભારત ચોખાના છૂટક ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સની જૂની કિંમતો

નવા ઓર્ડર મુજબ ભારત આટાની છૂટક કિંમત ૩૦ રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવશે, જે હાલના દર કરતા લગભગ ૯.૦૯ ટકા વધુ છે. જ્યારે ભારત ચોખાની કિંમત ૩૪ રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી, જે વર્તમાન દર કરતાં લગભગ ૧૭.૨૪ ટકા વધુ છે. ભારત બ્રાન્ડ હેઠળ વેચાતી ચણાની દાળ હવે ૬૫ રૂપિયાને બદલે ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

સરકાર હજુ પણ ભારત આટા માટે પ્રતિ કિલો રૂ. ૨.૩૫ની સબસિડી આપશે. જેનો અર્થ એવો થશે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) માટે આવા લોટની અસરકારક ઈશ્યુ કિંમત ૨૦.૬૫ રૂપિયા પ્રતિ કિલો છે, ભારત ચોખા માટે સરકાર પ્રતિકિલો રૂ. રની સબસિડી આપશે, જેનાથી FCI માટે અસરકારક ઈશ્યૂ ભાવ રૂ. ૨ર પ્રતિ કિલોની આસપાસ રહેશે.

ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના ભાવ સ્થિરીકરણ ફંડમાંથી સબસિડી એડજસ્ટ કરવામાં આવશે.આ ફંડને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બજેટમાંથી રૂ.૧૦,૦૦૦ કરોડ મળ્યા છે.

ભારત બ્રાન્ડ દાળના ભાવ

ભારત બ્રાન્ડ ચણાની દાળ શરૂઆતમાં ૬૦ રુપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. તેની કિંમત ૬પ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી હતી. હવે તેનો ભાવ વધારીને ૭૦ રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવ્યો છે. એ જ રીતે, મગની દાળ જે ૧૦૩ રૂપિયા પ્રતિ કિલો મળતી હતી તે હવે ઘટીને ૧૦૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ભારત બ્રાન્ડમાં હવે ઘણી નવી કોમોડિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ચણા અને મસૂરનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ચણાની દાળ ચણા નહીં પણ ભારત બ્રાન્ડ હેઠળ મળતી હતી.

ભારત બ્રાન્ડ હેઠળ ચણાની કિંમત ૫૮ રૂપિયા પ્રતિ કિલો હશે, જ્યારે મસૂરની કિંમત ૮૯ રૂપિયા પ્રતિ કિલો હશે.

Leave a Comment