હાલ ઘઉંનાં ભાવમાં સ્થિરતા, એપ્રિલમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

હાલ ઘઉં બજારમાં ભાવ સ્થિર હતાં. ગુજરાતમાં મોટા ભાગનાં પીઠાઓ આજે બંધ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતનાં હિંમતનગર અને તલોદ જેવા છૂટક પીઠાઓ ખુલ્લા હતા, પંરતુ ત્યાં બજારો સરેરાશ ટકેલી રહી હતી. નિકાસમાં પણ ખાસ વેપારો નહોંતા અને સ્ટોકિસ્ટોએ આવતીકાલ સુધી લોડિંગ ચાલુ રાખ્યું પછી સીધું એપ્રિલથી શરૂ થાય તેવી ધારણાં છે.

હિંમતનગરમાં ઘઉની ૭,૦૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૦થી ૩૪૫, મિડીયમમાં રૂ.૩પપથી ૩૭૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૦૦થી ૪૭પ૫નાં ભાવ હતાં.

તલોદમાં નવા ઘઉંની ૩ હજાર ગુણીની આવક હતી અને તલોદ ઘઉંનાં ભાવ મિલબર રૂ.૩૪૦થી ૩૫૦ અને સારા માલમાં રૂ.૩૬૦થી ૪૩૦નાં મિલબર ઘઉંનાં ભાવ હતાં.

રશિયાનાં ઘઉંનાં ઉત્પાદનનો અંદાજ અગાઉની તુલનાએ વધ્યોઃ વૈશ્વિક ભાવમાં ઘટાડો…

વિદેશમાં ઘઉંનાં બજાર ભાવ:

વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ માં આજે મોટો ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૮.રપ સેન્ટ ઘટીને ૬.૧૫ ડોલરની સપાટી પર પહોંચ્યો હોત. ઘઉંના ભાવ ચાલુ સપ્તાહમા સતત ઘટી રહ્યા છે. આગામી દિવસોમાં ૬.૧૦ની સપાટી તોડશે તો ૬ ડોલર સુધીનાં ભાવની પણ સંભાવનાં છે.

અમેરિકામાં ઘઉનાં પાકની સ્થિતિમાં સુધારો થતા વેચવાલી વધી હતી. બીજી તરફ રશિયાનાં ઘઉંનાં પાકનો અંદાજ ત્યાંની એજન્સીઓ અગાઉ ૭૮૦ લાખ ટનનો મૂક્યો હતો, જે વધારીને હવે ૭૯૫ લાખ ટનનો મૂક્યો છે. આમ સરેરાશ ઘઉંની બજારમાં હવે વૈશ્વિક ભાવ પણ આગામી દિવસોમાં ઘટે તેવી ધારણાં છે.

Leave a Comment