Garlic price Today, આજનો લસણનો ભાવ, નવા લસણ ના બજાર ભાવ: લસણની બજારમાં તેજી, રાજકોટમાં ભાવ રૂ.૬૦૦૦ની નજીક પહોંચ્યાં, દેશાવરમાં લસણની બજારો મજબૂત હોવાથી લોકલ બજારમાં પણ ભાવ વધશે.
- લસણના ભાવમાં તેજી અને રાજકોટમાં ભાવ મણ દીઠ રૂ. 6000ની નજીક.
- દેશભરમાં લસણના સ્ટોકમાં ઘટાડો થતો જઈ રહ્યો છે.
- લસણના ભાવ મણ દીઠ 10,000 રૂપિયા સુધી જવાની શક્યતા.
- ગત વર્ષે લસણના ભાવ 8,500 રૂપિયા હતા, જે આ વર્ષે રેકોર્ડ તોડવાની શક્યતા.
- લસણની બજારની સ્થિતિ વેચવાલી અને સ્ટોક પર આધાર રાખશે.
- જામનગરમાં લસણના ભાવ રૂ. 2,200 થી 5,000 વચ્ચે.
- મધ્યપ્રદેશમાં લસણના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 15,000 થી 30,000.
લસણના ભાવમાં મજબૂતાઈ
લસણની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળો રહ્યો છે અને હાલના સંજોગોમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ વધો શકે છે. રાજકોટમાં લસણનો ભાવ મણનો રે.૬૦૦૦ની નજીક પહોચી ગયો છે.
આગામી દિવસોમાં લસણની વેચવાલીમાં ઘટાડો
આગામી દિવસોમાં લસણની બજારમાં વેચવાલી ઓછી છે અને સરેરાશ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
લસણના ભાવમાં દેશવ્યાપી તેજી
દેશાવરમાંં લસણન બજારમાં તેજી સારીછે અને દેશમાં લસણનો સ્ટોક દિવસે દિવસે ઓછો થઈ રહ્યો છે. આ વષ ગુજરાતમાં લસણના ભાવ મણના વધીને ૧૦ હજાર થાય તેવી બજારમાં ચર્ચા ચાલી રહી છે.
લસણનો ભાવ વેચવાલી અને સ્ટોક પર આધારિત
ગત વર્ષે લસણમાં રૂ.૮૫૦૦ સુધીનો નવો ભાવ હતો જે રેકોર્ડ આ વર્ષે તોડે તેવી સંભાવનાં છે. લસણની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને દેશાવરમાં માલ કેટલા પડ્યા છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
જામનગર લસણ ના ભાવ
જામનગરમાં લસણના ૭૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૨૦૦ થી ૫૦૦૦ના હતા.
રાજકોટ લસણ ના ભાવ
રાજકોટમાં લસણની ૧૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૩૫૦૦ થી ૫૮૭૦ સુધીના ભાવ હતો.
મધ્યપ્રદેશ લસણ ના ભાવ
મધ્યપ્રદેશમાં લસણની ૭૦ હજાર કટ્ટાની આવક છે અને ભાવ રૂ.૧૫,૦૦૦ થી ૩૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ સુધીના ભાવ રહ્યાં હતો.
જીરા નો હાલનો ચાલતો રોજ દરોજ ભાવ જાણ સારું