ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ખેડૂતોને આશીર્વાદરૂપ જીવાદોરી સમાન ત્રંબા સૌની યોજનાથી સિંચાઈ અને પીવાના પાણીનો પણ પ્રજાને લાભ મળશે.
- સૌની સિંચાઈ યોજના: રાજકોટ, કોટડાસાંગાણી અને જસદણ તાલુકાના ૪૧ ગામોને નર્મદા પરિયોજનાનો લાભ.
- નર્મદા આધારિત પાણી માટે આ પંથકના ખેડૂતોની લાંબા સમયથી માંગ.રૂ. ૨૩૫.૫૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપેલ.
- રાજકોટના ત્રંબા ખાતે પમ્પિંગ સ્ટેશનની સ્થાપના, ૮૦ લાખ લિટર પ્રતિ કલાક ક્ષમતા.
- કુલ ૧૧ પમ્પ્સ અને ૧૪.૫ કિમી પાઇપલાઇન નેટવર્કનું આયોજન.
- સિંચાઇ માટે ૫૦૦૦ એકર વિસ્તારને પાણીનો લાભ મળશે.
- ૪૧ ગામોના ખેડૂતોમાં ખુશી, કુંવરજીભાઈ બાવલીયાના આભાર.
મુખ્ય મુદ્દાઓ
ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા પરિયોજનાનો લાભ
રાજકોટ જીલ્લાના રાજકોટ, જસદણ અને કોટડાસાંગાણી તાલુકાના વિવિધ ગામોના તળાવો, ચેકડેમો, નાની સિંચાઇ યોજનાના જળાશયોનો સૌની લીન્ક-૩ સમાવેશ કરવા વિવિધ ગામોને તર્મદા આધારિત પાણીનો લાભ આપવા બાબતની યોજનાની વર્ષોથી આ પંથકના લોકો અને ખેડુતોની માંગ હતી.
સૌની સિંચાઈ યોજનાને રૂ. ૨૩૫.૫૦ કરોડની મંજૂરી
આ કામો ધ્યાને લઇ કર્મઠ, પ્રજાવત્સલ અને સેવાભાવી રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ તાલુકાના-૩૦,કોટડા સંગાણી તાલુકાના ૮,જસદણ તાલુકાના-૩ ગામો જેમાં ૪ નાની સિંચાઇ યોજના સાથે કુલ-૪૧ ગામોને નર્મદાના પાણીનો લાભ આપવાના કામ સપ્લાય વોટર ફોમ લિન્ક-૩ ટુ વેરીઅસ વિલેજીસા આફ રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકા ને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.૨૩૫.૫૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી છે.
રાજકોટના ત્રંબામાં નવી પમ્પિંગ સ્ટેશનની સ્થાપના
આ યોજનાથી રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે એક અલાયદુ પમ્પીંગ સ્ટેશન બનવવાનુ આયોજન કરવામાં આવેલ છે આ પમ્પીગ સ્ટેશનની ક્ષમતા આશરે ૮૦ લાખ લિટર પ્રતિ કલાક જેટલી છે, જેમા અલગ અલગ ક્ષમતા ધરાવતા કુલ ૧ ૧ પમ્પો 8૮ ર્વકિંગ ૩ સ્ટૅંડ બાય)પમ્પો મુકવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
સિંચાઇ માટે આધુનિક પાઇપલાઇન વ્યવસ્થા
આ કામમાં એમ,એસ પાઇપ ૧૨૧૯ થી ૯૧૪ એમ.એમ વ્યાસની પાઇપ લાઇન, ડી,આઈ ૮૦૦ થી ૪૫૦ એમ.એમ. વ્યાસની પાઇપ લાઇન , ૪૫૦ થી ૩૧૫ એમ.એમ, વ્યાસની એચ.ડી.પી.ઈ પાઇપ લાઈન એમ કુલ આશરે ૧૪૫૧૬૪ મીટર લંબાઇના પાઇપ લાઈન નેટવર્ક નુ આયોજન કરવામાં આવેલ છે.
સૌની સિંચાઇ યોજના દ્વારા ૪૧ ગામોને સિંચાઈ સુવિધા
સોની સિંચાઈ યોજના થકી રાજકોટ, જસદણ તથા કોટડા સાંગાણી વિસ્તરના કુલ ૪૧ ગામોના આશરે ૫૦૦૦ એકર વિસ્તારમા સિંચાઇની સુવિધા સુદઢ થશે જેમાં રાજકોટ તાલુકાના લોધીડા, કાથરોટા, પાડાસણ, લાખાપર, રાજ સમઢીયાળા, અણિયાળા, સર, નવાગામ, ચિત્રવાવ, ઢાંઢણી, ઢાંઢયા, ડેરોઈ, ગોલીડા, સાજડીયાળી લીલી, સાજડીયાળી સકી, ભુપગઢ, વડાલી, લોઠડા, સરધાર, ભંગડા, ભાયાસર, ખારચિયા, હલેન્ડા, હરીપર, મકનપર, બાડપર, ઉમરાળી, હોડથલી, રામપરા અને હડમર્તીયા, કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા, ભાડુઈ, રાજપરા, નારણકા, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા રાજપીપળા જસદણ તાલુકાના બોઘરાવદર, ગઢડિયા(જામ) અને વીરનગર ગામોને આ યોજના સાકાર થતા સિંચાઈના પાણીનો લાભ મળતો થશે.
નર્મદા પાણી યોજનાથી ખેડૂતોમાં ખુશી
આ યોજના મંજુર થતા આ પંથકના ખેડુતોમાં અને પ્રજામાં ખુશી છવાઈ ગઈ છે અને પંથકના આગેવાનોએ કુંવરજીભાઈનો આભાર વ્યક્ત કર્યો છે.