ગુજરાતમાં ઘઉંની બજારમાં આવકો ઓછી થતા ઘઉંના ભાવમાં પણ ઘટાડો કેવા રહેશે ભાવ ?

ઘઉંની બજારમાં ભાવ ઊંચી સપાટીથી ગયા સપ્તાહમાં થોડા ઘટ્યાં હતાં. ગુજરાતમાં ખુલ્લા બજારમાં ઘઉંની ખાસ આવકો થતી નથી. વૈશ્વિક ભાવ ઘટ્યાં હોવાથી લોકલ નિકાસકારોની અને મલ્ટીનેશનલ કંપનીઓની ઊંચા ભાવથી લેવાલી ઘટી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

ગુજરાતમાં શિયાળુ ઘઉં વાવેતરમાં બિયારણ ની માંગ નીકળતા ઘઉંના ભાવ માં ઉછાળો

ઘઉંમાં વાવેતરની સિઝન ટાણે ઘઉંનાં ભાવ ઊંચા છે. વૈશ્વિક બજારમાં ઘઉંનાં ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યાં હોવાથી ભારતીય બજારમાં પણ સરેરાશ ભાવ ઊંચા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી દિવસોમાં ઊંચા ભાવથી નિકાસ વેપારો થશે તો સ્થાનિક ભાવ હજી થોડા ઊંચા … Read more

ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?

દિવાળીએ થવાનાં ઘઉંના ભાવ નવરાત્રીએ થઈ ગયાં છે અને ન ધારેલા ભાવો બોલાવા લાગ્યાં છે. ગુજરાતનાં મોટા ભાગનાં પીઠાઓમાં મિલબર ઘઉંના ભાવ મણનાં રૂ.૪૦૦ની ઉપર અને સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.૫૦૦ની ઉપર ક્વોટ થઈ રહ્યાં છે. આ ભાવથી અનેક ખેડૂતો બિયારણ સિવાયનો વધારાનો માલ બજારમાં ઠલવી રહ્યાં છે. જે ખેડૂતોએ હજી લાભ ન લીધો હોય તેવો … Read more

દેશમાં ઘઉંની વેચવાલી ઘટતા ઘઉંના બજાર ભાવમાં આવી શકે છે વધારો

વૈશ્વિક ઘઉંના ભાવમાં વિતેલા સપ્તાહ દરમિયાન ત્રણ ટકા જેવો સુધારો આવ્યો હોવાથી અને નવા નિકાસ વેપારો થયા હોવાની વાત પાછળ ઘઉનાં ખરીદી ભાવમાં કંપનીઓએ વધારો કર્યો હતો. આઈટીસી કંપનીએ શનિવારે ઘઉંનાં ખરીદી ભાવમાં રૂ.૨૦નો વધારો કરીને રૂ.૧૯૦૦ની ઉપરનાં ભાવ કર્યા હતાં. બીજી કંપનોએ પણ સરેરાશ રૂ.૧૦ થી ૨૦ વધાર્યા હતા. જેને પગલે ફ્લોર મિલોનાં ભાવમાં … Read more

ઘઉંના વેચાણમાં મોટો ઘટાડો થત્તા ઘઉંના ભાવમાં ફરી સુધારો જોવા મળ્યો

ઘઉં બજારમાં મંદોને બ્રેક લાગીને ઘઉંના બજાર ભાવ માં ફરી સુધારો થયો હતો. મોટા ભાગનાં સેન્ટરમાં આવકનું પ્રેશર ઘટતા અને બીજી તરફ વિકેન્ડમાં લોકડાઉનને કારણે અનેક યાર્ડો બંધ રહેવાનાં છે, જેને પગલે ઘઉંની આવકો પણ ઓછી થશે. પરિણામે બજારમાં સુધારો આવ્યો હતો. આ તરફ ઘઉંની શનિકાસનાં આંકડાઓ મજબૂત આવ્યાં હોવાથી તેની અસર પણ બજારનાં સેન્ટરીમેન્ટ … Read more

ગુજરાતમાં સારી ક્વોલિટીનાં ઘઉનાં ભાવમાં આવ્યો સુધારો

ઘઉંનાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખાસ કરીને સારી ક્વોલિટીનાં ઘઉંનાં બજાર ભાવ આજે પીઠાઓમાં મણે રૂ.૨૦ સુધર્યા હતાં. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ પડવાને કારણે ઘઉંની ક્વોલિટીને મોટી ફટકો પડ્યો છે. ઘઉંનાં ઉત્પાદન ઉપર કોઈ અસર નહીં થાય, પંરતુ ક્વોલિટીને અસર પહોંચી શકે છે, જેને પગલે સારી ક્વોલિટીનાં ઘઉની આવકો આગામી દિવસોમાં ઓછી આવે … Read more

ઘઉંનાં ભાવમાં વધારો: કોરોના લોકડાઉને કારણે ભાવમાં આવી શકે છે ઘટાડો

આજે ઘઉં બજારમાં ભાવ ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. વાદળછાયું વાતાવરણ હવે દૂર થયું હોવાથી લેવાલી થોડી આવી છે, પંરતુ આગામી દિવસોમાં હોળી પૂરી થયા બાદ ખાનાર વર્ગની ઘરાકી ઉપર બજારની નજર છે. કોરોનાં કેસ વધતા અને લોકડાઉનની શક્યતાએ જો આગળ ઉપર ઘરાકીને અસર થશે તો બજારો બહુ ન વધે તેવી ધારણાં છે. દિવસ દરમિયાનનું … Read more

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને પહોંચી અસર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અમુક શહેર પુરતું લોકડાઉન પણ લાદી દેવામાં આવ્યું છે, જેની અસરે હવે ઘઉં સહિતની એગ્રી કોમોડિટીનાં વ્યાપારને પણ થવા લાગી છે. ઉત્તર ગુજરાતનાં એક-બે વેપારીઓએ જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને અસર પહોંચી છે અને … Read more