Wheat price in Gujarat (ગુજરાતમાં ઘઉંના ભાવ): કેન્દ્ર સરકારે ઘઉંના નવી સિઝન માટે ટેકાના ભાવમાં રૂ.૧૫૦નો વધારો કરીને રૂ.૨૪૨પના ભાવ કયાં છે જે ચાલુ સિઝનમાં રૂ.૨૨૭૫ હતા. ઘઉંનાં ટેકાના ભાવ રૂ.૧૫૦ વધ્યાં હોવાથી જૂના ઘઉંમાં હજી પણ ડક્વિન્ટલે રૂ.૧૦૦ની તેજી આવે તેવી સંભાવનાં છે.
દિલ્હી ઘઉંનો ભાવ ટૂંકમાં રૂ.૩૧૦૦ અને દિવાળી બાદ સરકાર કોઈ પગલા ન લે તો રૂ.૩૨૦૦ સુધી જાય તેવી સંભાવનાં મુંબઈના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કોઈ રાજ્યો બોનસ જાહેર કરે તો એ મુજબના ભાવ પણ વધી શકે છે.
સરકારે નવી સિઝન માટે ઘઉંના ટેકાના ભાવ રૂ.૧૫૦ વધારીને રૂ.ર૪રપના ભાવ કર્યા…
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૦૦૦, બરોડાની મિલના ભાવ રૂ.૨૯૭૦ અને સુરતના રૂ.૩૦૬૦ના ભાવ હતાં. હિંમતનગરમાં નિલકંઠના ભાવ રૂ.૨૯૭૦ના હતા.
ગુજરાત યાર્ડના ભાવ
રાજકોટમાં ઘઉંની કુલ ૮૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૬૦ થી પ૬પ, એવરેજ રૂ.૫૭૦ થી ૪૬૧૦, સારી ક્વોલિટીમાં રૂ.૬૧૦ થી ૬૩૦ના ભાવ હતાં. ઊંચામાં રૂ.૭૦૦ સુધીના ભાવ હતા.
ગોંડલ યાર્ડમાં ઘઉંની ૯૫૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.પપર થી ૬૦૪ અને ટૂકડામાં રૂ.૫૪૦ થી ૬૭૦ હતા.
હિંમતનગરમાં ઘઉંની ૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૬૦, મિડીયમ ક્વોલિટીમા રૂ.૫૮૦ થી ૬૨૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૭૦ના ભાવ હતાં.
- ગુજરાત વરસાદ: દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે મધ્યમથી ભારે વરસાદની શકયતા
- Gujarat Rains: દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા…
- Rain in Gujarat : બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર સિસ્ટમથી વરસાદનું પ્રમાણ વધશે
વિદેશી ઘઉંની બજાર
વૈશ્વિક ઘઉંમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો બે સેન્ટ ઘટીને ૫.૭૭ ડોલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો. ઘઉનાં ભાવમાં સપ્તાહ દરમિયાન મામૂલી મુવમેન્ટ જોવા મળી હતી.