Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે.
સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે બે લાખ ગુણી સુધી પહોંચી જાય તેવી ધારણાં છે. સોમવારે ગોંડલમાં ૪૦થી ૫૦ હજાર ગુણી અને રાજકોટમાં રપ હજાર ગુણી ઉપરની આવક થાય તેવાં અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મગફળીનો પાક સારો છે અને આ વર્ષે ૪થી ૪.રપ લાખ ટન વચ્ચે પાક થાય તેવો અંદાજ મૂકાય રહ્યો છે. મગફળીની બજારમાં આગળ ઉપર હવે ડિમાન્ડ કેવી રહે છે તેનાં પર ભાવનો આધાર રહેલો છે.
ડીસાના વેપારીઓ કહે છેકે નવી મગફળીની આવકો વધતા ભાવમાં રૂ.૫૦નો ઘટાડો થઈ શકે છે. સરકાર દ્વારા હજી લાભપાંચમથી ખરીદી શરૂ થવાની હોવાથી ત્યાં સુધી બજારમાં આવકનું પ્રેશર રહેશે અને ભાવ પણ નીચા રહે તેવી ધારણાં છે.
નવી મગફળીની ચાલુ સપ્તાહથી ૧.૫૦ થી ર લાખ ગુણીની આવકો થવા લાગે તેવી સંભાવનાં, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની જ આવકો એક લાખ ગુણી પાર કરે તેવી ધારણાં…
દરમિયાન શનિવારે જૂનાગઢ બાજુ ડિલીવરીના વેપારોમાં ખાંડીએ રૂ.૧૦૦થી ૨૦૦નો સુધારો હતો. વાદળછાયું વાતાવરણ હોવાથી સુકા માલ બહુ આવતા ન હોવાથી બજારમાં મજબૂતાઈ છે.
ગુજરાતમાં આ વર્ષની ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૨.૭૨ (પોંણા ત્રણ) લાખ હેકટર વધ્યું છે. તેથો કુલ ઉત્પાદન પણ પાછલા વર્ષોની તુલનાએ વધારે આવશે, પણ રાજ્ય સરકારનાં કૃષિ વિભાગએ જરા વધારે હરખમાં આવીને મુકેલ અંદાજ ૫૮ લાખ ટન જેટલું તો નહી જ થાય. તેની સામે અભ્યાસુ વેપારીઓએ ૩૮ લાખ થી ૪ર લાખ ટન મગફળી પાકવાની ધારણા મુકી રહ્યાં છે.
આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળી જમીનમાંથી ખેંચાયને પાથરે પડી રહી છે, અમુક ખેડૂતો મગફળીનું વલ થ્રેસરોમાં ગળકાવી ડોડવા અને પાલો તૈયાર કરી રહ્યાં છે.
મુખ્ય મુદ્દાઓ
વહેલી પાકતી મગફળીની ખરીદી
મગફળીની વહેલી પાકતી જાતોનું આગોતરૂ વાવેતર કર્યું હોય, એવી કેટલીયે મગફળી તૈયાર થઇને ખેડૂતનાં ઘરમાં અથવા માર્કેટમાં વેચાઇ પણ થઈ ચૂકી છે. અત્યારે ખેતરોમાં પાથરે પડેલ જીજી-૨૦, જીજેજી-૨ર અને જીજેજી- ૩૨ નંબર જેવી મગફળીનું જે આગોતરૂ વાવેતર થયું હોય અને એની સાથે વહેલી પાકતી ૩૭, ૩૮, ૩૯ અને ર૪ નંબર જેવી વાવણીની મગફળીઓ નીકળીને પાથરે પડી રહી છે. તા.૨૩, જૂન થી ૨૮, જૂન વચ્ચે થયેલ વાવણીની લાંબા સમયનો મગફળીઓ હજુ દિવાળી આસપાસનાં સમયે નીકળશે.
બજારમાં ઘસારો: ખેડૂતોના ભાવમાં ઘટાડો
ગત વર્ષની ખુલતી સિઝન યાદ કરતાં ખેડૂતો કહે છે કે હવાવાળી મગફળીનાં રૂ.૧૩૦૦ ઉપજતાં હતા, તે સામે સારી સૂકી મગફળીની બજાર રૂ.૧૭૦૦ને ટચ થઇ જતી હતી. આ વખતે સારી મગફળી રૂ.૧૩૦૦ની સપાટીએ માંડ પહોંચે છે, તો હવાવાળી મગફળીઓ તો રૂ.૧૦૦૦થી નીચે સરકી જાય છે. ગત વર્ષે મગફળીમાં પાલાખાધને હિસાબે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં હતા. આ વર્ષે બજારમાં પ્રતિમણ રૂ.૩૦૦ થી રૂ.૪૦૦નો ઘસારો લાગ્યો છે.
મગફળીનાં ભાવ: ટેકાની ખરીદીમાં વિલંબ
પાછલા ત્રણ વર્ષ દરમિયાન મગફળીનાં સારા ભાવને કારણે સરકારે ટેકાની ખરીદીમાં દાખલ નહોતું થવું પડ્યું. ચાલું વર્ષે મોટો પાક આવવાની સામે જોઇ એવી મગફળીની ડિમાન્ડ ન નકળતાં બજારો નીચે સરકી છે, ત્યારે સરકારે પ્રતિ ૨૦ કિલો રૂ.૧૩૫૬નાં ભાવે ટેકાની ખરીદી ૧૧, નવેમ્બરથી શરૂ કરવાનું આયોજન ઘડી રાખ્યું છે. જો કે ખેડૂતો કહે છે કે મગફળીમાં ટેકાની ખરીદો વીસેક દિવસ વહેલી શરૂ કરવાની જરૂર હતી. હાલ ગુજરાતનો માર્કેટમાં દૈનિક મગફળીની ર લાખ ગુણી સુધીની આવકો થવા લાગી છે.
મગફળીની જબ્બર આવક: ટોકન પ્રથા શરૂ
મગફળીની જબ્બર આવક સામે સમયસર માલનો નિકાલ કરવા માટે હળવદ જેવા યાર્ડ ટોકન પ્રથા શરૂ કરી છે, એ મુજબ જ વહાનોની આવક થવા દેવામાં આવે છે. ઉત્તર ગુજરાતનાં સેન્ટરોમાં પણ મગફળીની આવકો વધવા લાગી છે. એક વખત હાલનાં સમયે ઘેરાયેલ વરસાદી માહોલ ખુલ્લો થયા પછી કદાચ રાજકોટ અને ગોંડલ જેવા પ્રમુખ યાર્ડોમાં વહાનોની કતારો લાગવાનાં દિવસો દૂર નથી.
મગફળીની દિવાળી પછી મોસમ પડશે…
રાજકોટના વિછિયા-જસદણ પંથકમાં કપાસ ઘટાડીને આ વર્ષે મગફળીનું વાવેતર બંને તાલુકામાં વધ્યું છે. ચોમાસાની સિઝન દરમિયાન માપેમેળે વરસાદને કારણે નુકશાનથી બચ્યા છીએ. અન્ય કોઇ પાણીનાં સ્ત્રોત ન હોવાથી આગોતરાને બદલે લગભગ ખેતરોમાં વાવણીની મગફળી છે. મુખ્ય વાવેતરમાં જીજી-૨૦ અને જીજેજી-૩૨ વધારે છે, તો ગીરનાર-૪, મગફળી ૩૭ અને ૩૯ નંબર નવી જાત તરીકે વવાણી છે.
ગત વર્ષનાં ચોમાસે બહું ઓછો વરસાદ હતો, તેની સામે ૫૦ ટકા વરસાદ વધ્યો છે, જે મગફળી પાકને અનુકૂળ રહેવાથી વીઘા દીઠ સરેરાશ ૨૦ મણ ઉતારા મળવાની ધારણા ખેડૂતો મુકી રહ્યાં છે. મોટાભાગની મગફળીનું વાવેતર લેઈટ વાવણીનું હોવાથી દિવાળી પછી મગફળીની એક સાથે ધમધોકાર મોસમ પડશે.
નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું ગત વર્ષની તુલનાએ વાવેતર વધ્યું. રાજ્ય સરકારનાં ચોપડે નોંધાયેલ આંકડા મુજબ વષૅ ૨૦૨૦ ખરીફમાં ૨૦.૬૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, ત્યાર પછી સતત ત્રણ વષ મગફળી વાવેતર ઘટતું રહ્યું હતુ. ૨૦૨૩ના વષમા ૧૬.૩૫ લાખ હેકટર પહાચ્યુ હતુ.
આ ચોથા ૨૦૨૪નાં વર્ષે મગફળીનું વાવેતર અપ થઈને ૧૯ લાખ હેકટરે પહોંચ્યું છે. રાજકોટ જિલ્લામાં માપેમેળે વરસાદથી મગફળીનાં વીઘા દીઠ સારા ઉતારાનું ચિત્ર છે, પણ શનિવારે માવઠાંએ ખેતરોમાં પડેલ પાથરાની માઠી દશા કરી છે, તો ચાલતાં થ્રેસીંગ કામને બ્રેક લાગી ગઈ છે. ખેડૂતોમાં સૌથી મોટી ચિંતા મગફળીનાં નીચે સરકી રહેલા ભાવની છે, ખેડૂતો ટેકાની ખરીદી શરૂ થવાની રાહ જોઇને બેઠા છે.
માવઠાએ મગફળીને હતી ન હતી કરી નાખી
સૌરાષ્ટ્રમાં ચોમાસાના વરસાદ બાબતે ગત વર્ષની જેમ આ વખતે વિસાવદરનો આંકડો ઉચો જ આવ્યો છે, વધારે વરસાદથી મગફળી પાકમાં બગાડ બાબતે જૂનાગઢ અને ગીર સોમનાથ પંથક આગળ રહેશે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ૩૦ ટકા આગોતરી મગફળી વરસાદ પહેલા ખેડૂતોએ હાથવગી કરી લીધી હતી.
હાલનાં સમયે ૫૦ ટકા ખેતરોમાં જીજી-૨૦, જીજેજી-૩૨ અને ૩૯ નંબર મગફળીનાં ખેતરોમાં પાથરા પડ્યા છે. ૨૦ ટકા મગફળી મજૂરોની અગવડ અને વરસાદી ઝાપટા પડ્યાને લીધે ખેતરોમાં ઉભી છે. વધારે વરસાદથી ઉતારો ઘટીને વીઘે ૧૦ થી ૧૫ મણે રહેશે. મગફળી ખરીદનાર વેપારીઓ દેખાતા નથી. ખાંડી મગફળીનો ભાવ ઘટીને રૂ.૨૧,૦૦૦ની સપાટીએ આવી ગયો છે.
- Agriculture Krushi Union Budget 2022 live updates : કૃષિ બજેટ 2022
- Ambalal Patel Agahi: ખેડૂતોની બગડશે દિવાળી આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
- Ashok Patel Gujarat weather : ચોમાસાની વિદાયની શરુઆતઃ દક્ષિણ સારાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા સાથે હળવો વરસશે
- Ashok patel Gujarat weather : હવે રવિ-સોમવારે તાપમાન પ્રથમવાર ૪૦ ડીગ્રીને હિટવેવ, ગરમીના ડોઝ વધશે
- Ashok Patel Weather : ૧૭મી સુધી ગુજરાત ભરમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે