કપાસિયા-ખોળમાં સતત બે દિવસ ભાવ વધતાં કપાસમાં આટલા ભાવ સુધર્યા

કપાસિયા અને ખોળના ભાવ મંગળવારે અને બુધવારે સતત બે દિવસ સુધરતાં કપાસમાં જીનર્સોની લેવાલીનો ટેકો મળ્યો હતો અને કપાસના ભાવ ગુરૂવારે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. દેશમાં રૂની આવક ગુરૂવારે થોડી વધીને ૨.૮૦ લાખ ગાંસડી નજીક પહોંચી હતી. અમુક એજન્સીઓએ ૨.૯૨ લાખ ગાંસડી રૂની આવક બતાવી હતી. ખેડૂતોના કપાસના સારા ભાવ મળી રહ્યા હોઈ … Read more

કપાસિયા ખોળ સુધરતાં કપાસમાં મંદી અટકી, આટલા રહ્યા કપાસના ભાવ

દેશમાં રૂની આવક બુધવારે ૨.૬૦ થી ૨.૭૫ લાખ ગાંસડી વચ્ચે રહી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ડિસેમ્બર મહિનાના આરંભથી આવક એકધારી વધી રહી છે. ઉત્તર ભારતના રાજ્યમાં કપાસની આવક ધારણા પ્રમાણે વધતી નથી જેને કારણે આજે ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા જો કે દેશના અન્ય રાજ્યોમાં કપાસના ભાવ આજે ટકેલા હતા. … Read more

કપાસમાં સતત બીજા દિવસે ભાવમાં સ્થિર ઘટાડો

દેશમાં રૂની આવક મંગળવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી જળવાયેલી હતી. હતી. સોમવારે કપાસના ભાવ સમગ્ર દેશમાં ઘટતાં આજે સવારથી આવક થોડી ઓછી દેખાતી હતી પણ દિવસ દરમિયાન કપાસિયાના ભાવ સુધરતાં ફરી આવક વધી હતી. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હજુ જોઈએ તેવી આવક વધતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવક રાબેતા મુજબ … Read more

કપાસના ભાવ ચાર દિવસ સતત સુધર્યા બાદ ભાવ તૂટયા

દેશમાં રૂની આવક સોમવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી રહી હતી. સોમવારે સવારથી ફોરેન અને લોકલ રૂ, કપાસ અને કપાસિયાખોળ વાયદા સતત તૂટતાં ગયા હોઇ આજે તમામ બજારોમાં ભાવ ઘટયા હતા. નોર્થમાં માર્કેટયાર્ડો ખુલતાંમાં જ કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ તૂટયા હતા. ખોળ વાયદા ઘટતાં કપાસિયા અને ખોળના ભાવ તૂટતાં તેની અસરે કપાસમાં વધુ … Read more

કપાસના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, આટલા ભાવ વધ્યા

દેશમાં રૂની આવક શુક્રવારે અઢી લાખ ગાંસડીથી પણ ઓછી રહી હતી. ચાલુ સપ્તાહે રૂની આવક શરૂઆતથી સવા બે થી અઢી લાખ ગાંસડી વચ્ચે જ રહી હતી. ગુરૂવારે થોડી આવક વધી હતી પણ તે સિવાયના દિવસોમાં આવક બહુ જ મર્યાદિત રહી હતી. સોમવાર-મંગળવારે વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હોવાનું અનુમાન હતું પણ પછી પણ આવક ઓછી … Read more

કપાસમાં સતત ભાવ વધારો, આટલો થયો વધારો

દેશની રૂની આવક ગુરૂવારે થોડી વધી હતી પણ ગત્ત સપ્તાહે રૂની આવક વધીને ત્રણ લાખ ગાંસડી થઇ હતી તેની જગ્યો ગુરૂવારે પોણા ત્રણ લાખ ગાંસડીની આવક હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાનામાં થોડી આવક વધી હોઇ તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. આજે નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ મણના રૂ.૧૦૮૦ થી ૧૧૪૫ ટકેલા … Read more

કપાસમાં સારી કવોલીટોની અછત વધતાં સતત ભાવમાં વધારો

દેશની રૂની આવક બુધવારે થોડી વધીને અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. જુદી જુદો એજન્સીઓ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર બુધવારે દેશમાં રૂની આવક ૨.૪૪ લાખ ગાંસડીથી થી ૨.૭૪ લાખ ગાંસડી રહી હતી. નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થોડી આવક વધી હતી. નોર્થમાં ઘઉનું વાવેતર કાર્ય પુરૂ થતાં તેમજ દિલ્હી આંદોલનનું સમાધાન થવાની શક્યતાએ કેટલાંક ખેડૂતો … Read more

દેશભરમાં કપાસની આવક સતત ઘટતાં કપાસના ભાવ મજબૂત

દેશની રૂની આવક મંગળવારે સતત બીજે દિવસે સવા બે લાખ ગાંસડીની આસપાસ જ રહી હતી. રૂની આવક સોમવારે ઘટયા બાદ મંગળવારે વધવાની ધારણા ખોટી પડી હતી ખાસ કરીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તા.૧૦મી ડિસેમ્બર પછી ફરી આવક ૫૦ હજાર ગાંસડીથી વધુ રહેશે તેવી ધારણા સદંતર ખોટી પડી હતી. નોર્થ ઇન્ડિયામાં સોમવારે ૩૮ હજાર … Read more