- ગુજરાત સરકારે ખેડૂતો માટે 1419.62 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું
- પાક નુકસાન સહાય માટે SDRF ઉપરાંત સરકારે રાજ્ય ભંડોળમાંથી વધારાની રકમ ચૂકવવાનો નિર્ણય
- 20 જિલ્લાના 136 તાલુકાના કુલ 6812 ગામોનો સમાવેશ કરાયો
- ગુજરાત રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લેવાયા
- રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવાશે
- સરકારે ઓગસ્ટ માસમાં થયેલી અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતોને SDRF અને રાજ્ય ભંડોળમાંથી સહાય
કૃષિ રાહત પેકેજ (Krishi rahat package): ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33% થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટર થી વધુ છે. જેમાં મગફળી, કપાસ, ડાંગર, તુવેર, સોયાબિનનો સમાવેશ થાય છે.
ગુજરાતના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ
ખેડૂતો માટે અગત્યનાં સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ત્રકષિકેશ પટેલે પેકેજ જાહેર ક્યું. ૧૪૬૨ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ૨૦ જિલ્લા ના ૧૩૬ તાલુકામાં ૬૦૦૦ થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૩% થી વધુ નુકસાની વાળો વિસ્તાર ૮ લાખ હેકટર થી વધુ છે. જેમાં મગફળી, કપાસ, ડાંગર, તુવેર, સોયાબિનનો સમાવેશ થાય છે.
કેટલી નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય
(1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(2) પિયત ખેતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRF મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(3) બહુવર્ષાયુ બાગાયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRF મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(4) ઓછી જમીન ધારકતાના કિસ્સામાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના મુજબ રૂ. 2,200 તેમજ રાજ્ય સરકાર સહાય હેઠળ રૂ. 1,300 સહાય મળી કુલ રૂ. 3,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
પિયત પ્રકાર | સહાયનું ધોરણ (રૂપિયા પ્રતિ હેક્ટર) | કુલ સહાય | |
---|---|---|---|
SDRF સહાય | રાજ્ય સરકાર સહાય | ||
બિન પિયત પાકો | 8,500 | 2,500 | 11,000 |
પિયત પાકો | 17,000 | 5,000 | 22,000 |
બહુવર્ષાયુ બાગાયત પાકો | 22,5000 | 0 | 22,500 |
ઓછી જમીન ધારકતાના કિસ્સામાં | 2,200 | 1,300 | 3,500 |
ખેડૂતોને સહાયનો લાભ આપવા માટે રાજ્ય વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.