કાલથી વરસાદનો નવો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજકોટ – સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી છૂટાછવાયા હળવા વરસાદ બાદ હવે આવતીકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. આ વખતે વરસાદનો વધુ લાભ કચ્છ અને ગુજરાતને મળશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવેલ કે ગત આગાહીમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર – કચ્છમાં વરસાદમાં રાહત જોવા મળશે. એ મુજબ છેલ્લા ૫ દિવસમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં સરેરાશ ૯ મી.મી., ઉત્તર ગુજરાતમાં ૩૧ મી.મી., મધ્ય ગુજરાતમાં ૫૪ મી.મી. અને દક્ષિણ ગુજરાતમાં ૪૬ મી.મી. વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 58 ટકા વરસાદ થઇ ગયો છે.
જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૨૨ થી ૨૭ જુલાઈ સુધીની આગાહી : સૌરાષ્ટ્રમાં અલગ અલગ દિવસે છૂટાછવાયા ઝાપટા – હળવો – મધ્યમ અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા…
વર્તમાન ચોમાસુ સિસ્ટમ વાત કરતા જણાવે છે કે પરિબળો જોઈએ તો મોન્સુન ટ્રફ ગંગાનગર, રોહતક, ગ્વાલીયર, અંબિકાપુર, બાલાસર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સવાળુ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન તથા તેને લાગુ રાજસ્થાન બોર્ડર પર 5.8 કિલોમીટરના લેવલ પર છે.
આવતા ત્રણેક દિવસમાં ચોમાસુ ધરીનો પશ્ર્ચિમ છેડો ફરી દક્ષિણ તરફ સરકવા લાગશે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન નોર્થ ઓડીશા અને આસપાસના વિસ્તારમાં ૫.૮ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. આવતા દિવસોમાં બંને યુએસીનું બહોળુ સરકયુલેશન થશે. 23 થી 27 જુલાઈ દરમિયાનની આગાહીમાં તેઓએ કહ્યું કે આ ચોમાસુ સિસ્ટમની સૌથી વધુ અસર કચ્છને થવાની શક્યતા છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૨ થી ૨૭ જુલાઈ શુક્રવાર થી બુધવાર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે કચ્છમાં આગાહીના સમયગાળા દરમિયાન હળવો-મધ્યમ-ભારે અને અમુક વિસ્તારોમાં વધુ ભારેથી અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હળવો – મધ્યમ – ભારે તો સીમીત વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં અમુક દિવસે હળવો – મધ્યમ – ભારે તો સીમીત વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે.
આગળ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ જણાવે છે કે કચ્છમાં હળવો – મધ્યમ – ભારે અને વધુ ભારે તેમજ સીમીત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકશે. તો સૌરાષ્ટ્રમાં લાગેવળગે છે ત્યાં સુધી જોર ઓછુ રહેશે અને છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થશે, આગાહીના સમય દરમિયાન સીમિત વિસ્તારમાં ભારે અથવા વધુ ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો :
ગુજરાતમાં સરેરાશ ૬૦.૫૦% વરસી ગયો : કચ્છમાં સૌથી વધુ ૧૦૪.૬૦% તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૩૬% જયારે સૌરાષ્ટ્રમાં ૫૮% વરસાદનું પાણી પડયુ.
- ગુજરાતમાં તલની આવકમાં ઘટાડો જોવા મળશે તલના ભાવ વધવાની ધારણા
- ડુંગળીની અવાક સરેરાશ રહેતા ડુંગળીના ભાવમાં ધટાડો જોવા મળ્યો
- લસણની લેવાલી ઓછો હોવાથી લસણના ભાવમાં સ્થિરતા
- ગુજરાતમાં ધાણાનું જંગી ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સારા ધાણાના ભાવ મળશે
ગુજરાત વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ જણાવ્યુ છે કે, ઉતર ગુજરાતમાં પણ વરસાદનું સારુ જોર રહેશે. મધ્ય ગુજરાતમાં હળવો-મધ્યમ-ભારે અને સીમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવો-મધ્યમ-ભારે વરસાદ થશે અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. source: Weather Gujarat Ashok Patel