હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી.
ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.
મહારાષ્ટ્રની ૨૦થી રપ ગાડી અને કાઠીયાવાડની ૨પથી ૩૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૩૭૦ થી ૧૪૨૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૪૭૦ થી ૧૫૦૦ હતાં.
અત્યારે કપાસના ભાવમાં શનિવારે મણે રૂ.૧૫ થી ૨૦નો સુધારો જોવા મળ્યો…
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની ૨૦થી રપ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪રપથી ૧૪પપ૫નાં હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડમાં કપાસની આવક ૧૪ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા રાજકોટમાં રૂ.૧૪૭૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૩૫૦થી ૧૪૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં ૧૭૦૦થી ૧૮૦૦ મણની આવક હતી. ભાવ ફોર-જીમાં રૂ.૧૪૬૦થી ૧૪૮૦, એ પ્લસ રૂ.૧૪૪૦થી ૧૪૬૦, એ માં રૂ.૧૪૨૦થી ૧૪૪૦, બીમાં રૂ.૧૩૮૦થી ૧૪૧૦ અને સીમાં રૂ.૧૩૫૦થી ૧૩૭૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૪૮૧ની હતી.
દેશમાં રુની આવકો આજે કુલ 37000 ગાંસડીની થઈ હતી. જેમાં ઉત્તર ભારતમાં 1000 ગાંસડી, મધ્યપ્રદેશમાં 1000 ગાંસડી, ગુજરાતમાં રુની 10 હાજર ગાંસડી હતી, તથા મહારાષ્ટ્રમાં 13 હાજર ગાંસડી, કર્ણાટકમાં 4000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 3000 ગાંસડી, તેલંગાણામાં 1500 ગાંસડી, તામિલનાડુમાં 4000 ગાંસડીની વાંક થઈ હતી.