Cyclone Biparjoy Updates Live: અશોકભાઈ પટેલની ૧૭મી તારીખની વાવાઝોડુ બીપરજોયની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

વાવાઝોડુ બીપરજોય ૧૫મીના કચ્છને લાગુ સિંધ (પાકિસ્તાન) વિસ્તાર આસપાસ લેન્ડફોલ કરશે. લેન્ડકોલ સમયે પવનની ઝડપ ૧૨૫ થી ૧૩૫ કિ.મી.ની રહેશે. લેન્ડફોલ બાદ થોડા સમયમાં પવનની ઝડપ ઘટશે.

વાવાઝાડું લેન્ડફોલ થયા બાદ પવનની ઝડપ ઘટી જશે. આ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં વરસાદ પડશે. તેમ વેધર અનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ઉત્તર- પૂર્વ અને લાર મધ્ય અરબી સમુદ્ર ઉત્તર અતિગંભીર વાવાઝોડુ બીપરજોય છે. હવામાન ખાતાએ સૌરાષ્ટ અને કચ્છ કિનારાઓ માટે સાયકલોન અંગે વોર્નિંગ આપી છે ‘ઓરેન્જ મેસેજ’.

આજે સવારે ૧૧:૩૦ વાગે આ સિસ્ટમ્સ પોરબંદરથી ૩૦૦ કિ.મી.પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે.તેમજ દ્વારકાથી ૨૬૦કિ.મી.દક્ષિણપશ્ચિમ છે. આ સિસ્ટમ્સ ભિ ઉત્તર તરફ ગતિ કરશે.આજ રાત સુધી ત્યારબાદ ઉત્તરપૂર્વ તરફ ગતિ કરશે અને હાલના અનુમાનો પ્રમાણે કચ્છનો લાગુ સિંધ (પાકિસ્તાન) વિસ્તાર આસપાસ ૧૫મીના લેન્ડફોલ કરશે.

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જશાવયું છે કે સૌરાષ્ટૂ- ગુજરાત- કચ્છમાં તા.૧૩ ૧૭ જુન દરમ્યાન પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતનું કોસ્ટલ સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં મધ્યમ, ભારેથી અતિભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદવાળા સેન્ટરો ખાસ કરીને વાવાઝોડાના ટ્રંક નજીક ૨૦૦ મી.મી. થી વધુની શકયતા છે.

સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને છુટોછવાયો ભારે વરસાદની શક્યતા છે. જયારે ગુજરાત રીજનમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ, છટાછવાથો ભારે વરસાદની શકયતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે.

હાલમાં પવન ૧૪૫ થી ૧૫૫ કિ.મી. અને ઝાટકાના પવન ૧૭૦ કિ.મી., હાલની વાવાઝોડાની કેટેગરી અતિગંભીર વાવાઝોડુ ગણાય. આ વાવાઝોડું ગઈકાલ કરતાં થોડું નબળુ પડયું છે. આ વરસાદ વાવાઝોડા આધારીત છે. ચોમાસુ બેસવાની વજુ વાર છે.

વાવાઝોડાના લેન્ડકોલ સમવે એટલે કે ૧૫મીએ દરમિયાન મોજા નવલખીમાં ૭.૫ મીટર, કંડલા ૬.૮ મીટર,આઓખા ૩.૭૫ મીટર, પોરબંદરમાં ૨.૬ મીટરના મોજા ઉછળશ. વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ્સ હોય હવામાન ખાતાની સૂચનાને અનુસરવું.

  • કોસ્ટલ સોરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં મઘ્યમ- ભારે- અતિભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદવાળા સેન્ટરો ખાસ કરીને વાવાઝોડાના ટ્રેક નજીક ૮ ઈંચ થી વધુ વરસાદની સંભાવના…
  • સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં ઘણા વિસ્તારોમાં હળવો મઘ્યમ અને છુટોછવાયો ભારે વરસાદ પડશે…
  • ગુજરાત રીજનમાં ઘણા વિસ્તારોમાં હળવો- મધ્યમ- છુટોછવાયો ભારે વરસાદની શકયતા, જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે…

Leave a Comment