PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે.

સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર પાડવામાં આવે છે. છેલ્લો હપ્તો જૂનમાં બહાર પાડવામાં આવ્‍યો હતો.

દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં આવે છે. ૧૮મી જૂને જારી કરાયેલા ૧૭મો હપ્તામાં લગભગ ૯.૫ કરોડ ખેડૂતોને લાભ મળ્‍યો હતો. આનો અર્થ એ થયો કે અગાઉ જારી કરાયેલા હપ્તાની તુલનામાં લગભગ ૨૫ લાખ વધુ ખેડૂતોને લાભ મળ્‍યો છે. જોકે KYC પૂર્ણ ન થતાં મોટી સંખ્‍યામાં ખેડૂતો નિરાશ થયા હતા.

પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા ૨-૨ હજાર રૂપિયા : મહારાષ્‍ટ્રમાં કાર્યક્રમ : ૧૮માં હપ્‍તા માટે રૂા. ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ : ૧૭મો હપ્‍તો ૧૮ જુનના રોજ જમા થયો હતો…

વડાપ્રધાન મોદી આજે ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો જાહેર કરશે ત્‍યારે દેશભરના ૨.૫ કરોડ ખેડૂતો વેબકાસ્‍ટ દ્વારા આ યોજનામાં જોડાશે. કોઈપણ યોજનામાં ભાગ લેનારા લોકોની આ સૌથી મોટી સંખ્‍યા હશે.

પીએમ મોદીએ ૧૭મો હપ્તા દ્વારા લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા હતા. ૧૮મો હપ્તો જાહેર થયા બાદ આ યોજના હેઠળ કુલ રૂ. ૩.૪૫ લાખ કરોડ બહાર પાડવામાં આવશે.

પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે સરકારે યોગ્‍ય માપદંડો બનાવ્‍યા છે. માત્ર ૨ હેક્‍ટર જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે.

પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે સરકારે યોગ્‍ય માપદંડો બનાવ્‍યા છે. માત્ર ૨ હેક્‍ટર જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે.

PM કિસાન યોજનાનો ક્યારે આવશે 18 મો હપ્તો

PM કિસાન યોજનાનો 18મો હપ્તો 2024ના ઓક્ટોબર – નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે. જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હો, તો તરત જ તમારું e-KYC પૂર્ણ કરો જેથી તમને કોઈ સમસ્યા ન થાય. 

PM કિસાન યોજનાનો ક્યારે જાહેર કર્યો 18 મો હપ્તો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.

PM કિસાન યોજનામાં લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું?

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. તેને નીચે મુજબ છે:
1. સર્વપ્રથમ PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in મુલાકાત લો.
2. ત્યારબાદ, PM કિસાન યોજનાનું ઓનલાઇન પોર્ટલ તમારી સામે ખુલશે.
3. અહીં હોમપેજ પર હાજર “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને OTP દાખલ કરવું પડશે.
5. આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો.

PM કિસાન યોજનામાં લાભાર્થી યાદી કેવી રીતે જુઓ?

ગ્રામ પ્રમાણે PM કિસાન લાભાર્થી યાદી ચકાસવા માટે નીચે આપેલ પ્રક્રિયાઓને અનુસરો:
1. સર્વપ્રથમ PM કિસાન પોર્ટલ પર જાઓ.
2. હોમપેજ પર “Beneficiary List” વિકલ્પ પર FARMERS CORNER વિભાગમાં ક્લિક કરો.
3. હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમે રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક, અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરશો.
4. બધી માહિતી દાખલ કર્યા પછી “Get Report” વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ, તે ગામની લાભાર્થી યાદી તમારી સામે આવશે, અને તમે જોઈ શકશો કે તમારું નામ તેમાં છે કે નહીં. જો તમારું નામ આ યાદીમાં ન હોય, તો તમે PM કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરી તે વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.

PM કિસાન યોજનાની અરજીની સ્થિતિ કેવી રીતે ચકાસવી?

જો તમે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી છે અને તમે તમારી અરજીની સ્થિતિ ચકાસવા માંગો છો, તો નીચે આપેલ પગલાંઓને અનુસરો:
1. સર્વપ્રથમ તમારે અધિકૃત વેબસાઇટ પર જવું પડશે.
2. હોમપેજ પર “Status of Self Registered Farmer/ CSC Farmers” વિકલ્પ પર Farmer Cornerમાં ક્લિક કરો.
3. હવે એક પેજ ખુલશે જ્યાં તમારો આધાર નંબર અને છબીનું વેરીફિકેશન માંગવામાં આવશે.
4. બધી માહિતી દાખલ કર્યા પછી “Search” વિકલ્પ પર ક્લિક કરો.  આ પછી, તમારી અરજીની સ્થિતિ તમારી સામે આવશે, જ્યાં તમે જાણી શકશો કે તમારી અરજી મંજુર થઈ છે કે નહીં અને તે માટે કેટલો સમય લાગશે.

Leave a Comment