Gujarat Tekana bhav: ગુજરાતની સરકારે ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવાનો એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં, આગામી ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આ નિર્ણયથી જરૂર ખેડૂતોને મદદથી મળશે.
ટેકાના ભાવ એ શું છે
ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી શકે એને MSP કેવાઈ (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી થઈ છે એના માટે પેલા તમારે નોધણી કરવાની હોય છે.
ગુજરાતના ખેડૂતોને મગની ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મગ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન
રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ગત તા. 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે.
મગ ટેકાના ભાવે ખરીદી
મગની ટેકાના ભાવે ખરીદી: આગામી તા. ૨૦મી જૂનથી મગ ટેકાના ભાવ ખરીદીની શરુઆત થશે. આ નિર્ણયનો લાભ લેવા ખેડૂતોને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો અનુરોધ છે. આ નિર્ણયથી જરૂર ખેડૂતોને મદદ મળશે.
મગ ટેકાના ભાવ
ગુજરાતના ખેડૂતોને મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગનો ટેકાનો ભાવ રૂ. 8,558 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજ
- આધાર કાર્ડની નકલ,
- મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ,
- ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,
- પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખર્ચ
લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી થશે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
આગોતરી નોંધણી માટે પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
નોંધણી વખતે ધ્યામાં રાખવાની બાબત
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.