Sesame seeds price today: સફેદ તલની બજારમાં સુપર ક્વોલિટીની આવકો બહું ઓછી હોવાથો આજે પીઠાઓમાં એવરેજ રૂ.૩૦નો સુધારો થયો છે. તલની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યો છે.
મુખ્ય મુદ્દાઓ
નિકાસકારોની લેવાલીની આગાહી
આગામી દિવસોમાં નિકાસકારોની લેવાલી આવશે તો ભાવમાં હજી પણ થોડો સુધારો આવી શકે છે, પરંતુ એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.
સફેદ તલ બજારની નિકાસકારોની લેવાલી
સફેદતલની આવકો હવે સ્ટેબલ જેવી ૨૦ થી રપ હજાર બોરી આસપાસ થઇ રહી છે જ એકાદ સપ્તાહમા આવકો ઘટવા લાગશે. તલની બજારમાં આગામી દિવસોમાં નિકાસકારોની લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌનીન જર છે.
કેવી રહેશે ટેન્ડર પછી તલની બજાર
હજી ટેન્ડરમાં જેમને ઓડર મળ્યો છે તેની ડિમાન્ડ ખાસ દેખાતી નથી, જે સંકેત છે કે નિકાસકારો બેફીકર છે અને માલ મળી રહેશે તેવી ધારણા રાખે છે. આગળ ઉપર જો સારા માલ નહીં આવે તો બજારો ઝડપથી ઉપર આવી જાય તેવી ધારણાં છે.
સફેદ તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
ગુજરાત-અવાક | 28000 | 7000 |
એવરેજ ભાવ | 2350-2700 | 30 |
પોર્ટ ડિલિવરી 99-1 | 134 | -2 |
પોર્ટ ડિલિવરી શોર્ટેક્ષ | 136-140 | 0 |
કાળા તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
ગુજરાત-અવાક | 1300 | -100 |
એવરેજ ભાવ | 2950-3130 | -45 |
પોર્ટ ડિલિવરી 99-1 | 165 | -2 |
પોર્ટ ડિલિવરી ઝેડબ્લેક | 177 | -2 |
હલ્દ તલના ભાવ | હાજર ભાવ | ફેરફાર |
---|---|---|
શોર્ટેક્ષ સેમી પ્રીમિયમ | 166 | -2 |
શોર્ટેક્ષ પ્રીમિયમ | 177 | -2 |