Monsoon weather ashok Patel forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ ર૦ જુન સુધીમાં દેશના ઘણા રાજયોમાં આગળ ચાલશે. જયારે રર મી જુન સુધીમાં પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને આવરી લે તેવી શકયતા છે. જયારે પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ જ રહેશે. વિસ્તાર અને માત્રામાં વધારો થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
આગામી દિવસોમાં વરસાદની શક્યતા
અશોકભાઇ પટેલે જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસુ આગામી ૪-૫ દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનની આગાહી
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા.૧પ થી રર જુન સુધીની આગાહી કરતા જણાવેલ કે, હવે નોર્મલ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીથી ૪૦ ડીગ્રીની રેન્જ ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રેન્જ ૩૮ડીગ્રીથી ૪૧ડીગ્રી માં રહેવાની શકયતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમયમાં છુટા છવાયા વાદળ થવા ની શકયતા છે તેમજ વધઘટ વાદળ આધારિત તાપમાનમાં વધઘટ થશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ ૨૦ જુન સુધીમાં ઘણા રાજયોમાં આગળ વધશેઃ ગુજરાતમાં તાપમાન ૩૮ થી ૪૧ ડીગ્રીની રેન્જમાં રહેશે : પવનનું જોર પણ યથાવત રહેશે, તા.૧પ થી રર જુન સુધીની આગાહી…
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ ૨૦ જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે ૨૨ જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને આવરી લેવાની શકયતા દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમયમાં બેસે તેવી શકયતા.
ગુજરાતના તાપમાનની સ્થિતિ
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ૧૪ જુને એટલે કે ગઇકાલે મહતમ તાપમાન ૩૯.૪ થી ૪૧.૭ ડીગ્રીની રેન્જમાં જોવા મળેલ એટલે કે તાપમાન નોર્મલ કે બે ડીગ્રીનો વધારો જોવા મળેલ. જેમ કે સુરેન્દ્રનગર ૪૧.૭ (નોર્મલથી બે ડીગ્રી ઉંચુ), ડીસા ૩૯.૮ (નોર્મલ), અમદાવાદ ૩૯.૪ (નોર્મલ), ગાંધીનગર ૪૧ (નોર્મલથી બે ડીગ્રી ઉંચુ), રાજકોટ ૩૯.પ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), વડોદરા ૩૯.૪ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.