Gujarat weather update: વિદાયના પડઘમ વચ્‍ચે મેઘરાજા પઘરામણી પણ કરશે : અશોકભાઈ પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Gujarat weather update today અશોકભાઇ પટેલની આગાહી: એક તરફ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે તો બીજી તરફ મેઘરાજાનો વધુ એક રાઉન્‍ડ આવી રહ્યો છે ૩૦ મી સપ્‍ટેમ્‍બર સુધીમાં કોઇ જગ્‍યાએ સામાન્‍ય તો કોઇક દિવસે ભારે અને આઇસોલેટેડ વિસ્‍તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુની વિદાય

તેઓએ જણાવેલ કે આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્‍થાન અને કચ્‍છના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાછા ખેચાવાની લાઇન અનુપગઢ, જોધપુર, બિકાનેર, ભુજ અને દ્વારકા છે.

આગળ વધતી ચોમાસાની વિદાયની પ્રકિયા

આગામી ર૪ કલાક દરમ્‍યાન પ. રાજસ્‍થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરીયાણા, ગુજરાતના આજુબાજુના વિસ્‍તારોમાંથી ચોમાસુ વિદાયના સંજોગો અનુકુળ છે.

વિરોધાભાસ! અર્ધા કચ્છ-દ્વારકામાંથી ચોમાસાની વિદાય, બંગાળની સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસાવશે…

મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં હવામાન

મધ્‍ય બંગાળની ખાડી ઉપર એક યુએસી છે જે પ.૮ કિ. મી. ની ઉંચાઇ સુધી લંબાય છે અને વધતી ઉંચાઇએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. તેની અસર હેઠળ મધ્‍ય પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ર૪ કલાકમાં લોપ્રેસર થવાની શકયતા છે.

ગુજરાત અશોકભાઇ પટેલની આગાહી

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાત માટે આગાહી કરતાં જણાવેલ કે તા. ર૪ થી ૩૦ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન બંગાળની ખાડીમાંથી આવતું યુએસી – લોપ્રેસરની અસરરૂપે સૌરાષ્‍ટ્ર – ગુજરાત – કચ્‍છમાં કોઇ કોઇ દિવસ છૂટાછવાયા વિસ્‍તારમાં અને કોઇ કોઇ દિવસ ઠીક-ઠીક વ્‍યાપક વિસ્‍તારમાં હળવો, મધ્‍યમ, સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્‍તારોમાં ભારે વરસાદની શકયતા છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી: સાયક્લોનિક સરક્યુલેશન-લો પ્રેસરની સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અસર થશે…

કયારે લેશે ગુજરાતમાં ચોમાસુ વિદાય

ચોમાસુ વિદાય તેમજ બંગાળની ખાડીમાંથી આવતું યુએસી/ લોપ્રેશર જેવા બે વિરોધીભાસી પરીબળોના લીધે સમગ્ર ગુજરાત રાજયના જિલ્લા/ વિસ્‍તાર પ્રમાણે વરસાદની માત્રામાં ઘણો ફર્ક જોવા મળશે.

નોંધઃ ગુજરાતમાં જે ભાગોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ હોય ત્યાં વરસાદ પડે તો માવઠુ ગણાશે અને સામાન્ય માવઠાની સામાન્‍ય શકયતા છે.

Leave a Comment