કિસાન ક્રેડિટ કાર્ડ: સરકારે નવા પ્રકારનું જનસમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે : આ સ્કીમ પહેલા પાંચ રાજ્યોમાં બહાર પાડવામાં આવશે. સરકારે ખેડૂતોને ભેટ આપી : નાણાકીય વર્ષ ર૦૨૪-રપના સામાન્ય બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
મુખ્ય મુદ્દાઓ
- કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય:
- નવું જન સમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે નવી યોજના.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 5 વર્ષ માટે લંબાવવામાં આવી, 80 કરોડ લોકોને લાભ.
- શાકભાજી ઉત્પાદન ક્લસ્ટરોને પ્રોત્સાહન: ખેડૂતોનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ.
- કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: આધુનિક તકનીકનો ઉપયોગ.
- આબોહવાને અનુકૂળ બીજ: સંશોધનને પ્રોત્સાહન.
- કુદરતી ખેતી: એક કરોડ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.
- FPOની રચના: શાકભાજીના ઉત્પાદન અને પુરવઠા શૃંખલાને મજબૂત કરવા.
- ખેતીની જમીન અને ખેડૂતોના રેકોર્ડનું ડિજિટાઇઝેશન.
- ઝીંગા ઉછેર અને માર્કેટિંગ: નાણાકીય સહાય.
- શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ:
- 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન.
જન સમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતો માટે નવી આશા
કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. આ અંતર્ગત સરકારે નવા પ્રકારનું જન સમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ પહેલા પાંચ રાજ્યોમાં બહાર પાડવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવવી
આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે.જેનો ૮૦ કરોડ લોકોને ફાયદો થશે. બજેટમાં નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઉત્પાદકતા, કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું, ઉત્પાદન અને સેવાઓ અતે આગામી પેઢીના સુધારાનો સમાવેશ થાય છે.
શાકભાજી ઉત્પાદન ક્લસ્ટરોને પ્રોત્સાહન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટરોને મોટા પાયા પર પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર રાજ્યોની ભાગીદારીમાં કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે.
કુદરતી ખેતી તરફના પ્રયત્નોની યોજના
સરકાર આબોહવાને અનુકૂળ બીજે વિકસાવવા સંશોધનની વ્યાપક સમીક્ષા કરશે. આગામી બે વર્ષમાં દેશભરના એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
FPO ની રચના, ઝીંગા ઉછેર અને ખેડૂતોના રેકોર્ડને ડિજિટલ કરવા
ખેડૂતોનું શાકભાજીના ઉત્પાદન અને પુરવઠા શુંખલા માટે વધુ FPO ની રચના કરવામાં આવશે, ખેતીની જમીન અને ખેડૂતોના રેકોર્ડને ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવશે. સરકાર ઝીંગા ઉછેર અને માર્કેટિંગ માટે નાણાં પૂરા પાડશે.
શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
નાણાકીય વષ ૨૦૨૪-રપના સામાન્ય બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવ્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી છે, જેનાથી દેશના ૮૦ કરોડ લોકોને ફાયદો થઈ રહ્યો છે. મંત્રીએ કહ્યું કે વચગાળાના બજેટમાં જણાવ્યા મુજબ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
FAQ’s કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – KCC
કિસાન ક્રેડિટ યોજના માટે અરજી કરવા માટે સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરૂ કરવામાં આવી છે?
કિસાન ક્રેડિટ સ્કીમ માટે અરજી કરવા માટે સરકાર દ્વારા સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in શરૂ કરવામાં આવી છે.
કિસાન ક્રેડિટ યોજના માટે કયા મોડમાં અરજી કરી શકો છો?
કિસાન ક્રેડિટ સ્કીમમાં, તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં અરજી કરી શકો છો.
કિસાન ક્રેડિટ સ્કીમનો હેતુ શું છે?
ખેડૂતો તેમની ખેતીમાં સુધારો કરી શકે. અને પશુપાલન અને મત્સ્યોદ્યોગને પણ પ્રોત્સાહન મળે.
KCC હેઠળ ખેડૂતો કઈ પ્રકારની સુવિધાઓ મેળવી શકશે?
ખેડૂતો અને નાગરિકો KCC હેઠળ ધિરાણ સુવિધાઓ અને કૃષિ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકે છે.
કિસાન ધિરાણ યોજના હેઠળ કયા ખેડૂતોને તેની પાત્રતામાં રાખવામાં આવ્યા છે?
દેશના નાના અને સીમાંત ખેડૂતો આ યોજના માટે પાત્ર બનશે. અરજદારની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે.
KCC યોજના હેઠળ લાભાર્થીને કેટલી લોન આપવામાં આવશે?
KCC યોજના હેઠળ, લાભાર્થીને 3 લાખ સુધીની લોન આપવામાં આવશે.