વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ સાથેની વાતચીમાં જણાવ્યુ છે કે મેઘરાજાનો વધુ એક સંતોષકારક રાઉન્ડ આવી રહ્યો છે. તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીમાં આજે એક લોપ્રેશર થયું છે.
જે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં છે. જે આવતા બે થી ત્રણ દિવસમાં મજબૂત બનશે અને વેલમાર્ક લોપ્રેશરમાં પરિવર્તિત થશે.
નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડીસાના દરિયા કીનારા નજીક જશે. આ સિસ્ટમ માંથી એક ટ્રફ દક્ષિણ કોંકણ સુધી લંબાય છે, જે ૦.૯ કી.મી.ના લેવલમાં એટલે કે વાયા આંધ્ર, તેલંગણા, કર્ણાટક સુધી લંબાય છે.
સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારેથી વધુ ભારે વરસાદ પડશેઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૯ થી તા.૧૫ સુધીની આગાહી…
એક સિયરઝોન ૧૩ ડીગ્રી નોર્થ ઉપર ૪.૫ કી.મી થી ૭.૬ કી.મી.ના લેવલ સુધી છે. આવતા દિવસોમાં ૩.૧ કિ.મી.થી ૫.૮ કી.મી.ના લેવલમાં બહોળુ સકર્યુલેશન છવાશે. જે અરબી સમુદ્રથી સિસ્ટમ સુધી છવાશે. કારણ કે ઇસ્ટ વેસ્ટસિયર ઝોન ઉત્તર તરફ ગતિ કરશે એટલે બહોળું સકર્યુલેશન બની જશે.
વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૯ થી તા.૧૫ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આગાહી સમયમાં ૫૦ થી ૭૫ મી.મી. અને સીમીત ભારે વિસ્તારોમાં ૧૨૫ મિ.મી. થી વધુ શકયતા છે.
જયારે કચ્છમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે આગાહીની કુલ માત્રા રપ થી ૫૦ મિ.મી. વધુ ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મિ.મી. અને સીમિત વિસ્તારોમાં ૧૦૦ મી.મી. થી વધુ શકયતા છે.
- ગુજરાતમાં સારા વરસાદથી મગફળી પાકને ફાયદો મગફળીના ભાવમાં સ્થિરતા
- જીરું વાયદા બજાર : જીરૂનું વાવેતર ઓછું થતાં દિવાળીએ ખેડૂતોને સાર જીરુંના ભાવ મળશે
- ગુજરાતના ખેડૂતોને પેન્શન આપતી પ્રધાનમંત્રી કિસાન માન ઘન યોજના : PM-KMY
- એરંડા વાયદા બજાર : એરંડાના ખેડૂતોએ વેચવાલી ઘટાડતાં એરંડાના ભાવમાં વધારો
મધ્ય ગુજરાતમાં ૫૦ થી ૭૫ મિ.મી. અને સીમિત વિસ્તારોમાં ૭૫ મી.મી. થી વધુ દક્ષિણ ગુજરાતમાં ૫૦ થી ૭૫ મિ.મી. હળવો મધ્યમ ભારે અને સીમિત ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી. થી વધુ વરસાદ પડશે.
આગાહી દરમિયાન સમગ્ર ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારોમાં વરસાદની કુલ માત્રા ૮ ઇંચ ને પણ વટાવી જાશે.