કપાસના ભાવ: વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતાં. રૂની બજારમાં આજ વધુ રૂ.૩૦૦ ઘટીન ગુજરાતની બજારમાં ભાવ પ૬ હજારની અદર આવી ગયા હતા. કપાસિયા ખોળમાંધ પશ વાયદા સતત બીજા દિવસે ઝડપથી તૂટ્યો હતો. આગામી દિવસોમાં બજારમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
કપાસના બજાર ભાવ
રૂના ભાવમાં રૂ.૩૦૦નો ઘટાડો હતો. ગુજરાતમાં ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકવાળા રૂનો ભાવ રૂ.૫૫,૮૦૦ થી ૫૬,૦૦૦ ક્વોટ થયો હતો. કલ્યાણ રૂના ભાવમાં રૂ.૫૦ ઘટયાં હતાં અને ભાવ રૂ.૩૮,૪૦૦ -૩૮,૮૦૦ હતાં. નોર્થમાં રૂનાં ભાવમાં બે તરફી ચાલ હતી. હરિયાણામાં રૂ.૨૦૦ ડાઉન હતા અને રાજસ્થાનમાં ૧૪૦ વધ્યાં હતાં.
ગુજરાતમાં કપાસિયા ખોળના ભાવ
કપાસિયા ખોળ-કપાસિયામાં ભાવ નરમ રહ્યાં હતાં. બેન્ચમાર્ક કપાસિયા ખોળ વાયદો રૂ.૫૬ ઘટીને રૂ.૨૬૧રની સપાટી પર બંધ રહ્યો હતો. કપાસિયા ખોળનાં ભાવ કડીમાં પાતળા ખોળમાં ૫૦ કિલોનાં રૂ.૧૪૩૦ થી ૧૪૬૦, પ્રીમિયમ ક્વાલિટીન્યન રૂ.૧૫૫૦થી ૧૬૮૦ હતાં.
કપાસિયા ખોળ વાયદામાં સતત બીજા દિવસે વેચવાલી, હાજર ભાવ પણ નરમ : ચીનની કોટનયાર્નની આયાત એપ્રિલમાં ૩૫ ટકા ઘટી, ભારતથી આયાત પણ ઘટી…
સૌરાષ્ટ્રમાં કપાસિયા ખોળના ભાવ
સૌરાષ્ટ્રમાં મોરબી બાજુ રૂ.૧૪૪૦થી ૧૪૭૦ અને પ્રીઈિમિયમ ક્વા લિટીમાં રૂ.૧૫૪૦થી ૧૬૪૦ હતાં. કપાસિયા સીડનો ભાવ ર૦ કિલોનો કડીમાં રૂ.૬૦૦ થી ૬ર૦ અને રજકોટમાં રૂ.૯૦૦ થી ૬૩૦ હતા. ગોડલમાં રૂ.૬૧૫થી ૬૪૫ હતા.
અમેરિકામાં કપાસનું વાવેતર
અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ એકદમ સારી હોઇ ન્યુયોર્ક રૂ વાયદો સતત છઠ્ઠા સેશનમાં ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. વિદેશ વર્તમાન અમેરિકામાં કપાસનું વાવેતર ઝડપથી આગળ વધી રહ્યુ છે.
આ વર્ષે કપાસનું વાવેતર કેટલું
યુ.એસ.ડી.એ.ના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર તા.ર જુન સુધીમાં ૬૮ ટકા વાવેતર થઈ ચૂક્યું છે જે છેલ્લા એક સપ્તાહમાં નવ ટકા વધ્યું હતું જ્યારે ગત્ત વર્ષે આ સમયે ૭૦ ટકા વાવેતર થયું હતું તેમજ છેલ્લા પાંચ વર્ષની આ સમયની એવરેજ પણ ૭૦ ટકાની છે આમ, કપાસના વાવેતરની પ્રગતિ અગાઉત્તા વર્ષ જેટલી જ છે.
કપાસના ઊંભા પાકની સ્થિતિ
કપાસના ઊભા પાકની સ્થિતિના રિપોટમાં કુલ ક્રોપમાંથી સાત ટકા પાકની સ્થિતિ અતિ ઉત્તમ (ગત્ત વષ આઠ ટકા) અને પ૪ ટકા પાકની સ્થિતિ ઉત્તમ (ગત્ત વર્ષે ૪૩ ટકા) હતી. પાંચ ટકા પાકની સ્થિતિ ખરાબ (ગત્ત વષે ૧૧ ટકા) અને ત્રણ ટકા પાકની સ્થિતિ અતિ ખરાબ (ગત્ત વષ એક ટકો) હતી. આમ, ઓવરઓલ કપાસના ઊંભા પાકની સ્થિતિ પણ ગત્ત વર્ષ કરતા ઘણી સારી છે.
ચીનની કોટનયાર્નની આયાત
એપ્રિલમાં ચીને ૧.૧૧ લાખ ટન કોટનયાર્નની આયાત કરી હતી જે માર્ચમાં ૧.૭૦ લાખ ટનની થઈ હતી. ચીનની કુલ કોટનયાર્નની આયાતમાં ભારતનો હિસ્સો એપ્રિલમાં ૧૩ ટકા હતો જે માર્ચમાં ૧૫ ટકા હતો જ્યારે એપ્રિલમાં સૌથી વધુ કોટનયાર્નની આયાત વિયેટનામથી ૪૯ ટકા કરી હતી.