કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રૂના ભાવમાં રૂ.૧૮૦નો સુધારો થયો હતો. ગુજરાતમાં ૨૯ એમ.એમ. અન ૩.ટ માઈકવાળા રૂના ભાષ રૂ.૫૭,૫૦૦ થી ૫૭,૮૦૦ ક્વોટ થયો હતો. કલ્યાણ રૂના ભાવ રૂ.૧૫૦ વધ્યા હતાં. રૂ.૪૦,૩૦૦ -૪૦,૭૦૦ હતાં. નોર્થમાં રૂનાં ભાવમાં રૂ.૧૫૦ થી ૧૭૫ના વધારા હતા.

ગુજરાતમાં કપાસનાં વાવેતર

કપાસની બજારમા ભાવ અથડાય રહ્યાં હતાં. ખાસ આવક દરેક સેન્ટરમાં નથી અને સામે વેપારો પણ મર્યાદીત છે.. ગુજરાતમાં કપાસના વાવેતર હવે થોડા આગળ વધ્યા છે, પંરતુ ગત વર્ષની તુલનાએ હજી ગતિ ઘણી ધીમી છે. રાજ્યમાં કુલ વાવેતર ૧૩ લાખ હેકટરની નજીક પહોંચ્યું છે, જે ગત વર્ષે ૨૦ લાખ હેકટરની ઉપર હતું. રાજ્યમાં એવરેજ વાવેતર ર૪ લાખ હેકટર ઉપર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયુ છે, જેની તુલનાએ પણ હજી ૫૦ ટકા વાવેતર પૂર્ણ થયા છે. આમ વાવેતરની ગતિ ધૌમી છે, જોકે ચાલુ સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં મોટો વધારો થાય તેવી સંભાવના છે.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની બે-ત્રણ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૦૦ થી ૧૪૬૦ હતા. જ્યારે કાઠીયાવાડનાં કપાસની બે-ચાર ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૪૫૦ થી ૧૪૭૦ હતા.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની કે મેઈન લાઈનની આવક નહોતી. લોકલ ૩૫ ટકા કડોશનના કપાસના ભાવ રૂ.૧૫૦૦ થી ૧૫૨૫ હતા.

રાજકોટમાં કપાસની ૨૮૦૦ મણની આવક હતી અને ભાવ ફોરજીમાં રૂ.૧૫૨૦ થી ૧૫૫૫, એ ગ્રેડમાં રૂ.૧૪૯૦ થી ૧૫૨૦, બી ગ્રેડમાં રૂ.૧૪૬૦ થી ૧૪૯૦ અને સો ગ્રેડમાં રૂ.૧૩૭૦ થી ૧૪૩૦ હતાં. એક એન્ટ્રી રૂ.૧૫૭૦ની હતી.

કપાસિયા ખોળ વાયદા બજાર

કપાસિયા ખાળ બન્ચમાક વાયદા રૂ.૩૪ ઘટીન રૂ.૨૮૨૦ પર બંધ રહ્યો હતો. કપાસિયા ખોળમાં ટૂંકાગાળા માટે બે તરફી મુવમેન્ટ વધારો જોવા મળી રહી છે. હાજરમાં વપારો એકદમ ઓછા છે અને સામે વેચવાલી પણ નીચા ભાવથી આવતી નથી.

કપાસિયા ખોળનાં ભાવ કડીમાં પાતળા ખોળમાં ૫૦ કિલોનાં રૂ.૧૫૦૦ થી ૧૫૮૦, પ્રીમિયમ ક્વોલિટીનાં રૂ.૧૭૩૦ થી ૧૮૦૦ હતાં. સૌરાષ્ટ્રમાં મોરબી બાજુ રૂ.૧૫૪૦ થી ૧૬૦૦ અને પ્રવમિયમ ક્વોલિટીમાં રૂ.૧૭૨૦ થી ૧૭૮૦ હતાં કપાસિયા સીડનો ભાવ ૨૦ કિલાનો કડીમાં રૂ.૬૪૦ થી ૬૬૦ અને રાજકોટમાં રૂ.૬૬૦ થી ૭૦૦ હતો. ગોંડલમાં રૂ.૬૭૦ થી ૭૦૦ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment