ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા.

કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો હતી અને રૂ.૧૧૦૦ થી ૧૪૦૦ના ભાવે કામકાજ થયા હતા. અગ્રણી બ્રોકરો જણાવે છે કે, ઉત્તર ગુજરાતમાં બીજા નોરતે વધુ જીનોના મુહૂર્ત થવાના છે.

commodity market of cotton price today hike due to onset of Gujarat ginning at the beginning of Navratri
Commodity market of cotton price today hike due to onset of Gujarat ginning at the beginning of Navratri

મહારાષ્ટ્રમાંથી આવી રહેલા કપાસની ક્વોલિટી ધીમે ધીમે સુધરતી જાય છે. હવાનું પ્રમાણ ૭૦ – ૮૦ થી ઘટી ૫૦ થી ૬૦ આસપાસ થવા લાગ્યું છે. આગામી દસેક દિવસમાં સુકા માલ આવવા લાગશે.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરો જણાવે છે કે, આજે પહેલા નોરતે ઢસા, બાબરા અને અમરેલી પંથકમાં અંદાજે ૩૦ થી પણ વધુ જીનોના મુહૂર્ત થયા હતા. દરમિયાન દશેરા સુધીમાં હજુ વધારે જીનોમાં કામકાજ શરૂ થવાનું છે.

સૌરાષ્ટ્રમાં ગામડેથી આવી રહેલા કપાસની ક્વોલિટી પણ સુધરી છે, બ્રોકરે કહે છે કે, આજે પહેલા નોરતાથી જીનોના મુહૂતોા થયા છે એટલે જ માગ વધતા ભાવમાં વધારો થયો છે.

બી ગ્રેડ માલના રૂ.૧૩૫૦ સુધી અને સારા માલમાં ઊંચામાં રૂ.૧૭૨૫ સુધીના ભાવ બોલાયા હતા. અને હા, કપાસમાં હવાનું પ્રમાણ ઘટી રપ થી ૪૦ થઈ ગયું છે, માલની ક્વોલિટી સતત સુધરતી જાય છે.

આ પણ વાંચો :

ગુજરાતમાં નવા કપાસની આવક સવા લાખ મણે પહોંચી

નવરાત્રી પર કડી આસપાસ ૧૫ થી ૨૦, વિજાપુર આસપાસ ૩૦ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠૅર ઠેર નવી જીનોમાં કામકાજના મુહૂર્ત થવાની ગણતરીઓ ચાલી રહી છે. એક અઠવાડિયા પહેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કપાસની આવકો ઘટી ગઇ હતી, તો કપાસ પણ ખૂબ જ ભેજ અને ૫૦ થી લઇ ૮૦ સુધીની વ્યાપક હવાવાળો આવી રહ્યો હતો, દરમિયાન હવે મહારાષ્ટ્ર તરફ પણ વરસાદનું પ્રમાણ ઘટતું હોઇ, કપાસની ક્વોલિટી ધીમે ધીમે સારી થતી જાય છે.

ઉત્તર ગુજરાત ખાતે આજે કડી ખાતે ૪૦ થી ૪પ અને વિજાપુર ખાતે કપાસની ૮ થી ૧૦ ગાડીઓ ઠલવાઇ હતી. ભાવ ૧૦૦૦ થી લઇ સારી ક્વોલિટીના રૂ.૧૩૦૦ સુધી બોલાયા હતા. જ્યારે ગુજરાતના પીઠાઓમાં નવા કપાસની આવક વધી ૧૨૫૫૦૦ મણે પહોંચી હતી, અને ત્યાં ભાવ રૂ.૬૦૦ થી ૧૮૦૦ સુધીના બોલાયા હતા.

કાલે ગુરૂવારે પ્રથમ નોરતું હોઈ, તબક્કાવાર જીનોના મુહૂર્ત થશે, તેવું જણાવતા જીનર્સો કહે છે કે, પ્રથમ નોરતા થી લઈ દશેરા – દીવાળી સુધીમાં જીનના કારખાનાઓમાં પુરજોશમાં ધમધમાટ શરૂ થઇ જશે, એક તબક્કે સારી ક્વોલિટીનો કપાસ મેળવવા પડાપડી થાય તો પણ નવાઇ નહીં.

હાલ ભેજવાળો – હવાના વધુ પ્રમાણ (૫૦ થી લઇ ૭૦ – ૮૦) સુધીનો કપાસ આવી રહ્યો હોઇ, જીનર્સોને આસાનીથી પ્રોડક્શન કરવું મોંઘુ પડી રહ્યું છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો એક જીન માંડ પાંચ થી સાત ગાડી કપાસ ખરીદે છે, બાકી સીઝનમાં એક એક જીન દૈનિક રપ થી ૩૦ ગાડીઓ કપાસ ખરીદતી હોય છે.

હાલ જીનર્સોને કપાસ લઇને સુકવવાનો ખર્ચ, મજૂરી ખર્ચ અન્ય ખર્ચ – મહેનત ખૂબ જ વધી જતી હોઇ અને પ્રોડક્શન ખૂબ જ ઓછું નીકળતું હોવાથી આ રીતે ત્રૂટક ત્રૂટક કામકાજો ચાલી રહ્યા છે. પ્રતિ કલાકે ૨૨ ગાસડી કાઢવાની ક્ષમતા ધરાવતા મશીનોમાં અત્યારે માંડ પ થી ૭ ગાસડીઓ નીકળે છે.

જીનમાં નાનામાં નાના ૧૨ કે ૧૮ ચરખાવાળા મશીનથી માંડીને ૧૦૦ ચરખા સુધીના મોટા મશીનોનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને ગુજરાતના જીનર્સો દ્વારા ૨૪ થી ૪૮ ચરખાવાળા મશીનોનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે.

પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા પહેલા નોરતા કે બીજા નોરતાથી તો કોઇ દશેરાથી લઇ દીવાળી દરમિયાન કે, જ્યારે આવકમાં કપાસની ક્વોલિટી સુધરતી હોય છે ત્યારે ઠેર ઠેર જીનોના મુહૂર્ત થશે, અને તે વખતે કપાસ બજારનો ધમધમાટ પણ વધશે. આમ તો, દર વર્ષે હાલના ગાળા વખતે આવો જ માહોલ હોય છે, સાચી સીઝન દીવાળી આસપાસ શરૂ થતી હોય ત્યારે ખાસ મહારાષ્ટ્રની સાથે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી પણ કપાસની ધૂમ આવકો થવા લાગતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment