ગુજરાતમાં મગફળીની અવાકમાં ઘટાડો થવાનો અંદાજ, મગફળીના ભાવ ઉછાળાની સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વરસાદને પગલે મગફળીની આવકો વધતી અટકે તેવી ધારણાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ છે, જેને પગલે જમીનમાં પડેલી મગફળીને હવે ખેડૂતો થોડા દિવસ પછી કાઢશે. બીજી તરફ પાથરામાં પડેલી મગફળીને હવે ક્વોલિટીનું નુકસાન વધારે થયું છે. ગત સપ્તાહે વરસાદ અટકી ગયા બાદ અનેક ખેડૂતોએ આગોતરી મગફળી કાઢીને ખેતરમાં સુકાવા રાખી હતી, જેની ઉપર હવે ફરી વરસાદ પડતા ક્વોલિટી બગડી ગઈ છે.

peanut commodity market today groundnut price likely rise due to groundnut income estimated to decrease
peanut commodity market today groundnut price likely rise due to groundnut income estimated to decrease

ગુજરાત મગફળી ની બજાર

વેપારીઓ કહે છે કે મગફળીની આવકો હવે થોડા દિવસ માટે બ્રેક લાગશે અથવા તે જેટલી વધવી જોઈએ એટલી વધશે નહીં. એક લાખ ગુણીની આવક માટે હજી થોડા દિવસ હવે રાહ જોવી પડે તેવી સંભાવનાં છે.

મગફળીના ભાવ ગોંડલ

ગોંડલમાં નવી મગફળીની ૩૫ હજાર ગુણીની આવક હતી અને વેપારો રર હજાર ગુણીનાં થયા હતા. હવાવાળી મગફળી રૂ.૮૦૦ થી ૧૦૫૦માં ખપી હતી. જ્યારે સુકા માલ રૂ.૧૧૦૦ થી ૧૩૪૭૫નાં ભાવ હતાં.

રાજકોટ મગફળી ના ભાવ

રાજકોટમાં ૧૫ હજાર ગુણીની આવક થઈ હતી અને પાંચ હજાર ગુણી હજી પેન્ડિંગ પડી છે. ભાવ ર૪ નંબરમાં રૂ.૮૫૦થી ૧૨૫૦, ૩૭ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૨૦૦, ૩૯ નં.માં રૂ.૭૮૦ થી ૧૨૦૦ અને જી-૨ર૦માં રૂ.૧૧૫૦ થી ૧૨૫૧નાં ભાવ હતાં.

આ પણ વાંચો :

હળવદ મગફળી ભાવ

હળવદમાં ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ રૂ.૮૦૦ થી ૮૫૦, સારા માલ રૂ.૯૦૦ થી ૧૦૫૦ વચ્ચે હતાં.

હિંમતનગર મગફળી ના ભાવ

હિંમતનગરમાં ચાર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૬૫૭નાં હતાં.

ઉત્તર ગુજરાત ના વિસ્તારમાં નવી મગફળીમાં રુ.૧૬૫૭ સુધીનાં ભાવ બોલાયાં…

ઉત્તર ગુજરાતમાં મગફળીની આવક

ડીસામાં ૧૧ હજાર ગુણીની આવક હતી. જ્યારે પાલનપુરમાં ૪ હજાર ગુણી, પાથાવાડમાં ૩ હજાર ગુણી, સાવરકુંડલામાં ૩૦૦૦ ગુણીની આવક થઈ હતી. ઈડરમાં પણ ચાર હજાર ગુણીની આવક થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment