ડુંગળીનો બજારમાં ભાવ ઊંચકાયા છે. ડુંગળીમાં આ વર્ષે ભાવ પ્રમાણમાં નીચા હોવા છત્તા નિકાસ વેપારો નથી. વૈશ્વિક ખરીદદારોને હવે ભારત ઉપર ભરોસો નથી, કારણ કે છેલ્લા થોડા વર્ષોથી સરકાર ગમે ત્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી રહી છે, જેને પગલે ખરીદદારો પાકિસ્તાન સહિતનાં બીજા દેશો તરફ વળ્યા છે.
કેવી રહશે ડુંગળી ની બજાર :
આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં જો નિકાસ વેપારો થોડા પણ નીકળે તો બજારને ટેકો મળી શકે છે. હાલનાં તબક્કે બજારમાં મર્યાદીત આવકો છે અને સામે માંગ પણ ઓછી છે, જેને પગલે ભાવ રૂ.૨૦૦થી ૪૦૦ વચ્ચે અટવાય રહ્યાં છે.
ડુંગળીના વર્તમાન ભાવ :
સારી ક્વોલિટીની ડુંગળીમાં સરેરાશ રૂ.૩૦૦થી ૩૫૦ની વચ્ચેનાં ભાવ જ બોલાય રહ્યા છે. આગામી દિવસોમાં જો વેચવાલી બહુ ઘટે અથવા તો વાવેતરમાં મોટો ઘટાડો થાય તોજ ડુંગળીની બજારમાં સુધારો આવી શકે તેમ છે.