ગુજરાતમાં એરંડાના ભાવ વધવાની પુરેપુરી સંભાવના, ક્યારે એરંડા વેચવા?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

એરંડાના ભાવ મણના ૧૨૦૦ રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. જે ખેડૂતોને પૈસાની જરૂર હતી તેઓએ એરેડા વેચીને રોકડી કરી લીધી. છેલ્લા બે-ત્રણ વર્ષથી એરંડાના ખેડૂતોના મોઢામાં કોળિયો આવે ત્યારે જ બજારમાં ગોટાળા કે તોફાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જાય છે પણ દર વખતે આવું બનતું નથી.

commodity market news of castor price rise in gujarat castor farmer not be in a hurry to sell
Commodity market news of castor price rise in gujarat castor farmer not be in a hurry to sell

ક્યારે એરંડા વેચવા

એરંડાના ખેડૂતોએ આ વર્ષે બરાબરનો લાભ લેવાનો છે અને એરંડા વેચવામાં જરાય ઉતાવળ કરવાની નથી. એરંડાના ભાવ આવતાં છ થી આઠ મહિનામાં કદાચ મણના ૧૪૦૦ થી ૧૫૦૦ રૂપિયા થવાની શક્યતા છે.

આ પણ વાંચો :

ઉત્તર ગુજરાત એરંડાની સ્થિતિ

ઉત્તર ગુજરાત, કચ્છ અને રાજસ્થાનમાં રાયડાનું વાવેતર કરવાનું ખેડૂતો જે રીતે આકર્ષણ આ વર્ષે જોવા મળી રહ્યું છે તે જોતાં નવી સીઝનમાં એરડાનો પાક અને તેની માગ વચ્ચે કોઈ રીતે ટાંગામેળ થઈ શકે તેમ નથી. અત્યારે એરંડાની મિલોને બજારમાંથી એરંડા ભેગા કરવામાં આંખે અંધારા આવી જાય છે તેવી સ્થિતિ છે.

વિદેશમાં એરંડા ની ડિમાન્ડ

હાલ ચીનમાં વીજળીની અછત અને પ્રદુષણને કારણે ત્યાં અનેક કારખાનાઓ ત્યાંની સરકારે બંધ કરાવ્યા હોઈ મિલોને દિવેલની માગ ઓછી હોઈ એરંડા ન મળે તો બહુ વાંધો આવતો નથી પણ જ્યારે ચીનમાં સ્થિતિ સરખી થઇ જશે અને ત્યાંની દિવેલની માગ પુરજોશમાં નીકળવાની શરૂ થશે ત્યારે અહીં એરેડાનું પિલાણ કરતી મિલો ખેડૂતો પાસેથી ગમે તેટલાં મોંઘા ભાવે એરંડા ખરીદી જશે તે નક્કી છે.

કયારે વધશે એરંડાના ભાવ

આવા સંજોગોમાં એરંડાના ખેડૂતો વેચવાની બહુ ઉતાવળ ન કરે, દિવાળીના તહેવારો અગાઉ જેટલાં પૈસાની જરૂરત હોય તેટલાં એરંડા વેચી નાખે, બીજા સાચવીને રાખે. ‘સંઘરેલો સાપ પણ કામ લાગશે ‘ અને ‘ઉતાવળે આંબા ન પાકે’ આ બંને કહેવતો આ વર્ષે એરંડાના ખેડૂતો માટે સાચી પડશે.

Leave a Comment