- ભાવ: આજે ભાવમાં થોડો વધારો થયો છે, પરંતુ હજુ પણ બજારમાં મંદી છે.
- માંગ: લોકલ અને નિકાસ બંને પ્રકારની માંગ ઓછી છે.
- નિકાસ: બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં નિકાસ વધે તેવી આશા છે, જેનાથી બજારને થોડો ટેકો મળી શકે.
- ચાઇના: વિશ્વના બાયરો ચાઇના તરફ વળ્યા છે, જેનાથી ભારતીય જીરૂની માંગ ઓછી થઈ છે.
- વાયદો: વાયદા બજારમાં પણ મોટી હલચલ નથી. એક્સપાયરી નજીક આવતાં પોઝિશન કેટલી રોલઓવર થાય છે તેના પર આગળનું બજાર નિર્ભર રહેશે.
જીરૂના બજારમાં અચાનક સુધારો: શું છે કારણ?
જીરૂના બજારમાં ભાવ ધટતા અટકીને આજે થોડા સુધાર્યા હતા. જીરૂની બજારમા આગામી દિવસોમાં લેવાલી સારી આવક તો બજારને ટેકો મળે તવી ધારણાં છે. હાલમાં લોકલ કે નિકાસ માંગ કોઈ માટી નથી, કે જેના ટેકાથી બજારો સુધરી શકે છે.
બાંગ્લાદેશ તરફથી જીરૂની માંગ વધતાં બજારમાં હલચલ
જીરૂનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતુ કે જીરૂની બજારમાં આગામી દિવસોમાં બાંગ્લાદેશ કે બીજા કોઈનાં નિકાસ વેપારો થોડા નીકળે તેવાં ધારણાએ મંદી અટકી છે.
ચાઇનાએ ફેરવ્યો જીરૂનો વેપાર, ભારતીય જીરૂની માંગમાં ઘટાડો
હાલમાં વિશ્વમાં જીરૂનાં બાયરો જીરાની આયાત માટે ચાઈના તરફ વળ્યાં છે અને તેની અસરે ભારતીય જીરૂની માંગ એકદમ ઠંડી છે.
જીરૂ વાયદામાં ધીમી ગતિ: રોલઓવર નિર્ણયો પર નજર
જીરું વાયદામાં પણ મોટી મુવમેન્ટ નથી અને એક્સપાયરીનાં દિવસો નજીક આવી રહ્યાં હોવાથી પોઝિશન કેટલી રોલઓવર૨ થાય છે તનાં ઉપર પણ આગળની બજારના આધાર રહેલો છે.
જીરા નો ભાવ આજનો
સેન્ટર-ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
ઉંઝા આવક-નવું | 5000 | 0 |
ઉંઝા સુપર | 4900-5000 | 100 |
ઉંઝા બેસ્ટ | 4850-4900 | 100 |
ઉંઝા મિડિયમ | 4700-4850 | 150 |
ઉંઝા એવરેજ | 4600-4700 | 100 |
ઉંઝા ચાલુ | 4400-4600 | 100 |
રાજકોટ આવક | 800 | 200 |
રાજકોટ એવરેજ | 4200-4650 | 0 |
રાજકોટ મિડિયમ | 4650-4750 | 0 |
રાજકોટ સારું | 4750-4850 | 0 |
રાજકોટ યુરોપીયન | 4850-4900 | -25 |
રાજકોટ કરિયાણાબર | 4900-4950 | -65 |
સેન્ટર-ક્વોલિટી (નિકાસ ભાવ મુન્દ્રા) | ભાવ | ફેરફાર |
---|---|---|
સૌરાષ્ટ સિગિપર ૦.પ ટકા | 5200 | 20 |
સૌરષ્ટ્ર સિંગાપુર એક ટકા | 5150 | 20 |
સૌરષ્ટ્ર સિંગાપુર બે ટકા | 5100 | 20 |
સૌરાષ્ટ યુરોપ | 5350 | 20 |
શોર્ટેક્સવક-નવું | 5400 | 20 |