ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે.
- દેશમાં કઠોળની અછત
- તહેવારોની સિઝનમાં વધેલી માંગ
- મંડીઓમાં ઓછી આવક
- કાબુલી ચણા પર આયાત ડ્યુટી
- દેશી ચણામાં ઓછો પાક
મુખ્ય મુદ્દાઓ
- 1 ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને
- 2 ચણા અને કાબુલી ચણા: સોના કરતાં વધુ કિંમતી
- 3 તહેવારો પહેલાં કાબુલી ચણાના ભાવમાં આગ લાગી
- 4 કાબુલી ચણાના ભાવ વધારાને રોકવા માટે સરકારના પ્રયાસો
- 5 સ્ટોક લિમિટ હટાવવાના નિર્ણયથી કાબુલી ચણાની અછત
- 6 તહેવારોમાં ચણાના લોટની માંગ પૂરી કરવા રશિયન કાબુલી ચણા
- 7 સરકારનો અંદાજ ખોટો: ચણાની કિંમતો આસમાને
ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને
ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની વાત કરી હોવાથી ચણાનો બજારમાં આજે એક જ દિવસમાં ક્વિન્ટલે રૂ.૧૫૦ વધી ગયા હતા. દિલ્હી ચણાનો ભાવ રૂ.૭૫૦૦ની સપાટી પર પર્હોચી ગયો હતો. આ તરફ કાબુલી ચણાની બજારમાં પણ તેજી છે અને ભાવમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા છે.
ચણા અને કાબુલી ચણા: સોના કરતાં વધુ કિંમતી
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૭૫૦૦ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૭૪૦૦ હતો. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૫,૭૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટના ભાવ રૂ.૧ ૩,૦૦૦ ક્વોટ થતા હતા. કાબુલીનો ભાવ આજે રૂ.૪૦૦ વધી ગયો છે.
તહેવારો પહેલાં કાબુલી ચણાના ભાવમાં આગ લાગી
ચણાના એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતુ કે તહેવારોની માસમમાં મજબૂત માંગ અને મંડીઓમાં ઓછી આવકને કારણે કાબુલી ચણાના સ્થાનિક બજાર ભાવ ઊંચા અને તીવ્ર બન્યા છે. તે સમજી શકાય છે કે મોટા ઉત્પાદકો અને સ્ટોકિસ્ટો દ્વાર સ્ટોક જાળવી રાખવાને કારણે, મંડીઓમાં માલની મર્યાદિત આવક છે.
કાબુલી ચણાના ભાવ વધારાને રોકવા માટે સરકારના પ્રયાસો
વેપાર વિશ્લેષકોના મતે હાલમાં કાબુલી ચણા પર ૪૪ ટકા આયાત ડ્યુટી લાદવામાં આવી છે. જો સ્થાનિક સેગમેન્ટમાં ભાવ વધે છે, પછી સરકાર રશિયાથી તેની આયાત વધારવા માટે કસ્ટમ ડ્યુટીને અસ્થાયી રૂપે સ્થગિત કરવા પર વિચાર કરી શકે છે. જો ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં નહીં આવે તો તહેવારોનો સિઝનમાં કાબુલો ચણાની રકિંમત વધુ વધી શકે છે.
સ્ટોક લિમિટ હટાવવાના નિર્ણયથી કાબુલી ચણાની અછત
કાબુલી ચણા પર સ્ટોકિસ્ટ મર્યાદા ૨૧મી જૂને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી હતી અને ફરી તેને ૧૧મી જુલાઈએ દૂર કરવામાં આવી હતી. ત્યારથી ઈન્દોરના બજારમાં તેનો હિસ્સો લગભગ ૩૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધ્યો છે. એટલે કે કાબુલી ચણાની બજારમાંએક મહિનામાં ભાવ રૂ.૩૫ પ્રતિ કિલો વધી ગયા છે.
તહેવારોમાં ચણાના લોટની માંગ પૂરી કરવા રશિયન કાબુલી ચણા
વાસ્તવમાં, રશિયન કાબુલી ચણાનું બાહ્ય આવરણ ખૂબ જ પાતળું હોય છે અને તેથો તેનો ઉપયોગ ચણાના લોટના ઉત્પાદનમાં મિલરો કરી શકે છે. તહેવારોની’ મોસમમાં દેશમાં ચણાના લોટની માંગ અને વપરાશ ઘણો વધી જાય છે.
સરકારનો અંદાજ ખોટો: ચણાની કિંમતો આસમાને
દેશી ચણામાં પણ સરકારના અંદાજ કરતા પાક ઓછો છે. સરકારે દેશમાં ચણાનો પાક ૧૧૦ લાખ ટન પર મુક્યો છે, પરંતુ પાક ૭૦ લાખ ટન આસપાસ હોવાનો અંદાજ છે.