Gujarat Weather Update: આ વખતે ગુજરાતમાં ચોમાસું વરસાદની લોટરી લાગશે? અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Weather Update વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી:

  • તા. 9 થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદ: ગુજરાતમાં છુટાછવાયાથી લઈને વ્યાપક વિસ્તારમાં ઝાપટા, હળવો કે મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આવા વ્યાપક વરસાદની શક્યતા નથી.
  • વરસાદનું કારણ: હવામાનમાં થઈ રહેલા ફેરફારો અને વાતાવરણમાં ઉભા થયેલા નવા દબાણ વિસ્તારો.
  • પવન: આ સમયગાળા દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બંનેમાં પવનની ગતિ વધુ રહેશે.
  • વરસાદની આગાહી : આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ સારી રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં મર્યાદિત વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં આ વખતે પણ લોટરી લાગે તો લાગે, બાકી છુટાછવાયા વિસ્તારોમાં કયારેક ઝાપટાથી લઇ આઇસોલેટેડ વિસ્તારમાં એકાદ બે દિવસ ભારે વરસાદ પડશેઃ પવનનું જોર રહેશે…

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૯ થી ૧૩ ઓગષ્ટ સુધીની આગાહી કરી છે. આ વખતે પણ સૌરાષ્ટ્ર-કચ્છ કરતા ગુજરાત રીજીયનમાં વરસાદની સંભાવના વધુ દર્શાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આઇસોલેટેડ તો કયારેક છુટાછવાયા વિસ્તારમાં અમુક દિવસે ઝાપટા, હળવો વરસાદ અને સીમીત વિસ્તારમાં એકાદ બે દિવસ મધ્યમ વરસાદ પડશે.

તેઓએ જણાવેલ કે ચોમાસુ ધરી સી લેવલમાં ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીઘા થઇ ને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. પ.૮ કિ.મિ. લેવલનું યુએસી ઝારખંડ અને લાગુ ઓડિશા છતીશગઢ આસપાસ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. એની અસર થી આજે લો પ્રેસર થવાની સંભાવના છે.

એક યુએસી ૧.૫ કિ.મિ. થી ૪.૫ કિ.મિ. લેવલમાં હરિયાણા અને આસપાસ છે. નબળો ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કર્ણાટક સુધી સ્થાપિત છે.

અમુક પરિબળો ખતમ થશે અને બીજા પરિબળ ઉભા થશે. ઝારખંડ/ઓડિશા/છત્તીસગઢ વાળી સિસ્ટમ્સનું ૩.૧ કિ.મિ. ઉંચાઈનું યુએસી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે અને હરિયાણા આસપાસના યુએસી વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન ન્યૂ દિલ્હી એન્ડ નોર્થ એમ પી લાગુ રાજસ્થાન એન્ડ યુપી પર છવાશે. તેમાંથી એક સામાન્ય ટ્રફ બેક દિવસ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ગુજરાત સુધી લંબાશે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૯ થી ૧૩ ઓગષ્ટ સુધીની આગાહી કરતા જણાવેલ છે કે, ગુજરાત રિજિયનમાં છુટા છવાયા તો ક્યારેક વધુ વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ સાધારણ ભારે વરસાદ અલગ અલગ વિસ્તારમાં એક બે દિવસ તારીખ ૯ થી ૧૩ દરમિયાન પવનનું જોર રહેશે.

જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી. આઇસોલેટેડ તો ક્યારેક છુટા છવાયા વિસ્તારમાં અમુક દિવસ ઝાપટા/હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં એક બે દિવસ મધ્યમ વરસાદની શક્યતા. તારીખ ૯ થી ૧૩ દરમિયાન પવનનું જોર રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment