Castor market price today: એરંડામાં વેચવાલીના અભાવે દિવેલાના ભાવમાં ઉછાળા સાથે તેજી, જાણો મણના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Castor market price today: દિવેલની જંગી નિકાસને પગલે પીઠા અને વાયદામાં સતત ઉછાળાથી એરંડામાં તેજીનું રોટેશન શરૂ થયું છે. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સારો વરસાદ પડયા બાદ દર વર્ષે એરંડામાં ગભરાટ વધતાં વખારિયાઓની વેચવાલી વધે છે પણ આ વર્ષે કોઇ ગભરાટ દેખાતો નથી અને વખારિયાઓની એરંડા પર પક્કડ મજબૂત છે આથી આગામી સમયમાં દરેક ઉછાળે જ માર્કેટમાં એરંડાની વેચવાલી આવશે.

દિવેલની જંગી નિકાસને કારણે એરંડા બજારમાં ગભરાટ ગાયબ થયો હોઇ ઘટેલા ભાવે વેચવાલી સતત તૂટતી જશે.

એરંડાની ઓવક અને કામકાજ મંગળવારે વરસાદો માહોલને કારણે સતત પાંચમા,દિવસે ઘટીને ૩૪ હજાર ગુણીના રહ્યા હતા. મંગળવારે બનાસકાંઠા-પાટણ મહેસાણામાં વેપાર ૧૭ હજાર ગુણી , કચ્છમાં ૪ હજાર બોરી માંડણ-પાટડી, હળવદ, સૌરાષ્ટ્રમાં ર હજાર બોરી, સાબરકાંઠા, અરવલ્લા, સાઉથ ગુજરાતમાં ૩ હજાર બોરી, રાજસ્થાનની ૬ હજાર ગુણી અને સીધા મિલોના ૨ હજાર બોરીના કામકાજ હતા.

એરંડાની આવકમાં એકધારો ઘટાડા સામે વખારિયાઓની વેચવાલીનો અભાવ અને વાયદાની તેજીના કારણે પીઠા સતત મજબૂત બની રહ્યા છે. મંગળવારે પીઠા રૂ.૧૫ થી ૨૦ વધીને રૂ.૧૧૪૦ થી ૧૧૫૫ બોલાયા હતા.

જગાણાના ભાવ સવારે રૂ.૧૧૭૩ ખુલ્યા બાદ વધીને સાંજે રૂ.૧૧૭૮ હતા. એન.કે. ના ભાવ સવારે રૂ.૧૧૭૩ હતા તે સાંજે રૂ.૧૧૮૦ હતા.

ગાધીધામના શીપર્સોના ભાવ સવારે રૂ.૧૧૬૫ થી ૧૧૮૫ હતા તે સાંજે રૂ.૧૧૭૨ થી ૧૧૯૦ હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૧૭૮ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૧૮૮ બોલાતા હતા.

એરંડાનો ખોળભાવફેરફાર
ખોળ12500200
ડીકેક72000

Leave a Comment