Ashok Patel Weather: અરબી સમુદ્રમાં સિસ્ટમથી હવામાન પલ્ટાના એંધાણ, નવા વર્ષે માવઠાનું જોખમ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

બુધવારથી લઘુતમ તાપમાન ફરી નોર્મલ ૧૯’ થી ૨૧’  સુધી આસપાસ પહોંચી જશે, ઠંડી ઘટશે, ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી જશે, વાતાવરણ વાદળછાયુ બનશે એવું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી કહેવું છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતુ કે નોર્થ શ્રીલંકા આસપાસ એક લો-પ્રેસર છે જે તેને અનુસંધાને સાયકલોનીક સરકયુલેશન  ૧ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. આગાહી મુજબ તા.૧ થી ૭ નવેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલ ઠંડીનું તાપમાન ન્યુનતમ નીચુ જોવા મળે છે જે નોર્મલ નજીક તા.૩ થી આવી જશે.

તા.૭મી સુધી વાદળો છવાયેલા રહેશેઃ પવન કયારેક શિયાળુ તો કયારેક ઉત્તર પુર્વના ફુંકાશે પછી ઠંડી ઘટશે, ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી જશે : અશોકભાઇ પટેલે…

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હાલ ઠંડીનો પારો નોર્મલથી નીચો આવ્યો છે. ન્યુનતમ તાપમાન અલગ-અલગ વિસ્તારમાં નોર્મલથી બે થી ચાર ડિગ્રી નીચુ છે. હાલનું નોર્મલ ૧૯ થી ૨૧ ડિગ્રી ગણાય. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૨ ડિગ્રી નોર્મલ ગણાય.

તા.૩ થી ૭ ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે. પવન કયારેક શિયાળુ (નોર્થ – ઇસ્ટ) અને ઉત્તરપૂર્વના પવન ફુંકાશે. આગાહી સમય દરમિયાન વાદળાઓ જોવા મળશે. આગાહી સમયમાં ઉપરોકત સિસ્ટમ્સ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચી જશે. ગોવા મહારાષ્ટ્રથી પશ્ચિમે પ્રયાણ કરશે.

આગોતરા એંધાણ મુજબ આગાહી સમય બાદ તા.૮ થી ૧૦ નવેમ્બર દરમ્યાન માવઠાની સંભાવના છતાં સચોટ તારણનું હવે પછી અપડેટ કરાશે….

આ સિસ્ટમ્સ આવતા બે દિવસમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ સરકી જશે. ત્યારબાદ બે એક દિવસ બાદ સિસ્ટમ્સ મજબુત  બનશે. અને ક્રમશઃ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે.

અમદાવાદમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪.૬ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), અમરેલી ૧૪.૯ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), રાજકોટ ૧૭.૩ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), વેરાવળ ૨૦ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), ભુજ ૨૦.૬ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ.

Leave a Comment