દિવાળી પછી ગુજરાતમાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવમાં ફરી ઉછાળો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. ગુજરાતમાં મગફળીની આવકો લાભ પાંચમનાં મુહૂર્તમાં પહેલા દિવસે ચારથી પાંચ લાખ ગુણીની આવક થવાનો અંદાજ હતો, પંરતુ આજે માત્ર ૩.૫૦થી ૩.૭૫ લાખ ગુણીની વચ્ચે જ આવકો થઈ હોવાનો અંદાજ છે. આમ મગફળીની આવકો બહુ ઓછી જોવા મળી રહી છે.

મગફળીની ઓછી આવક અંગે ટ્રેડરો કહે છેકે ખેડૂતો અત્યારે ખેતીકાર્યમાં લાગ્યાં છે અને બીજી તરફ સરકારી મગફળીની ખરીદો પણ શરૂ થઈ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હવે આવકો ઓક્ટોબરની શરૂઆતમાં જે આવી હતી, તેની તુલનાએ હવે ૫૦ ટકા માંડ આવે છે. આગામી દિવસોમાં મગફળીની આવકો બહુ વધી જાય તેવી સંભાવનાં હવે દેખાતી નથી, જેને પગલે સરેરાશ મગફળીની બજારો સારી હતી.

ગોંડલમાં મગફળીની એક લાખ ગુણીની આવક હતી અને વેપારો ૩૫ હજાર ગુણીની થઈ હતી. ભાવ જી-૨ર૦માં રૂ.૯૦૦ થી ૧૧૫૦નાં હતાં. જીણી મગફળીમાં રૂ.૯૦૦ થી ૧૦૫૦ અને ૩૭ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૦૦ સુધીનાં ભાવ હતાં.

સૌરાષ્ટ્રના ગોંડલ સહિતનાં પીઠાઓમાં મગફળી ભાવમાં મણે રૂ.૧0 થી ર0 નો સુધારો જોવા મળ્યો…

રાજકોટમાં ૪પ થી ૫૦ હજાર ગુણીની આવક થઈ હતી. ભાવ જાડીમાં રૂ.૮૫૦ થી ૧૧રપનાં ભાવ હતા. જ્યારે જીણીમાં રૂ.૮૨૦ થી ૧૦૮૦નાં ભાવ હતાં.

હળવદમાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નબળા માલમાં રૂ.૯૫૦ થી ૧૦૨૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૨૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં મગફળીની ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૭૫ થી ૧૪૫રનાં ભાવ હતાં.

ડીસામાં ૪૮૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૦૦ નાં ભાવ હતાં.

પાલનપુરમાં ૩૦ હજાર ગુણીની આવક હતી જ્યારે પાથાવાડામાં ૪૦ હજાર ગુણી અને ઈડરમાં ચાર હજાર ગુણીની આવક થઈ હતી.

Leave a Comment