વિદેશની બજાર વાયદા તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ૮૩ હજાર ગાંસડી એટલે કે ૨૦ લાખ મણની રહી હતી. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસની મોટી આવક જોવા મળી નહોતી. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા હોઇ લોકડાઉનના ડરે કપાસની આવક સતત વધી રહી છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે ૩૦ થી ૩૫ હજાર ગાંસડી એટલે કે ૭ થી ૮ લાખ મણ કપાસની આવક જોવા મળી હતી. ન્યુયોર્ક રૂ વાયદામાં કડાકો બોલી જતાં આજે સમગ્ર દેશના જીનર્સા દ્વારા કપાસની લેવાલી અટકી જતાં કપાસના ભાવ દરેક સેન્ટરમાં ઘટયા હતા. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા કપાસના ભાવ અને આજે રાજસ્થાન કપાસના ભાવ માં મણે રૂ।.૨૦ થી રપનો ઘટાડો થઇ ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૪૦ બોલાયા હતા.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાવ મણે રૂ।.૧૫ થી ર૦ ઘટયા હતા, તેલંગાનામાં કપાસના ભાવ ઘટતાં આજે આવક ઘટીને સવા લાખ મણ જ રહી હતી. ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં પોણા બે લાખ મણની હતી. કડીમાં દેશાવરની કપાસની આવક ધીમી પડી રહી છે જો કે મહારાષ્ટ્રની આવકનો ટેકો હોઇ જેટલી જીનો ચાલુ છે તેઓને કપાસ મળી રહ્યો છે. થોડા દિવસ બાદ મેઇનની લાઇનના નવા ફાલની આવક શરૂ થશે.

શુક્રવારે મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી , આંધ્રની ૪-૫ ગાડી અને કર્ણાટકની ૫-૬ ગાડી અને કાઠિયાવાડની આવક ૨૦૦ ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૮૦થી ૧૨૩૦ , આંધ્રના રૂ.૧૨૦૦ થી ૧રરપ, કર્ણાટક કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૩૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૪૦ થી ૧૧૮૦ ભાવ બોલાતા હતા. ગુરૂવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ.૧૫ થી ૨૦ ઘટયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ૧.૩૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૪૦ થી ૧૦૬૫ અને ઊંચામાં રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ।.૧૦ ઘટયા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૫ થી ર૦ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૭૦ થી ૧૨૭૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૫૦ થી ૧રપપ, મિડિયમ કવોલીટીના રૂ.૧૨૧૫ થી ૧રરપ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૮૦ થી ૧૧૯૫ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ તૂટતાં શુક્રવારે ગામડે વેપાર સાવ ઠપ્પ થઇ ચૂક્યા હતા. ખેડૂતો રૂ।.૧૨૫૦ની નીચે કપાસ વેચવા તૈયાર નહોતા. જીનોને આ ભાવે કપાસ લેવો પોસાય તેમ ન હોઇ વેપાર બહુ જ પાંખા રહ્યા હતા.

Leave a Comment