હાલ ડુંગળીના ભાવ રૂ.૪૦૦ની આસપાસ અથડાય રહ્યાં છે. વચ્ચે થોડા સમય માટે સારી ક્વોલિટીમાં રૂ.૪૫૦નાં ભાવ થયા હતા અને ફરી ઘટાડો આવ્યો હતો.
આજે ડુંગળીના માર્કેટ ભાવ :
ડુંગળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી હોવાથી ભાવમાં મજબૂતાઈ છે. વેપારીઓ કહે છે કે જ્યારે કોરોનાનાં કેસ સાવ ઓછા થઈ જશે અને હોટલ-રેસ્ટોરન્ટ ફરી ખુલી જશે ત્યારે ડુંગળીની માંગ વધી શકે છે અને સારી ડુંગળીના ભાવ વધીને રૂ.૪૫૦થી ૫૦૦ સુધી જવાની સંભાવન છે.
નાસિક ડુંગળી માર્કેટ યાર્ડ :
નાશીકમાં પણ ડુંગળીની આવકો બહુ ઓછી થઈ રહી છે, જેને પગલે બજારને ટેકો મળી રહ્યાં છે અને જો આવકો ઓછીજ રહેશે તો ભાવ વધી શકે છે.
લાલ ડુંગળીના ભાવ રૂ.૪૫૦થી ૫૦૦ સુધી જઈ શકે છે, પરંતુ સફેદમાં બહુ મોટી તેજી થાય તેવા કોઈ સંજોગો હાલ દેખાતા નથી. સફેદનાં ભાવ વધી-વધીને રૂ.૩૦૦ સુધી જઈ શકે છે.
ડુંગળીના ખેડૂત :
ખેડૂતોએ ડુંગળીમાં જો સારી ક્વોલિટીની હોય તો રાખી મુકવી જોઈએ અને નબળી હોય તો તેને વેચાણ કરવામાં ફાયદો છે, નહીંતર ચોમાસામાં બગડી જશે તો ભાવ વધુ નીચા મળી શકે છે. મે મહિનામાં આવેલા વાવોઝોડા દરમિયાન ડુંગળીનાં પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું.