મગફળીમાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિર: સારા માલની માંગ વધી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીની આવકો ઘટી રહી છે અને જે માલ આવી રહ્યા છે તેમાં સારા માલ ઓછી હોવાથી હાલ સારી ક્વોલિટીની મગફળીની ડિમાન્ડ વધી છે. હાલ સરેરાશ બજારો સ્ટેબલ રહ્યાં હતાં, પંરતુ લુઝ હજી ઘટશે તો મગફળીમાં પણ પિલાણ ક્વોલિટીમાં ઘટાડાની ધારણાં છે.


સારી ક્વોલિટીનાં બિયારણની માંગ યથાવત હોવાથી તેનાં ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે. સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી ધીમી પડી રહી છે અને આગામી દિવસોમાં કેવી ખરીદી થાય છે તેનાં ઉપર પણ બજારની નજર રહેલી છે. સીંગદાણામાં બજારો યથાવત છે.

ગોંડલમાં પાલની આવકો શરૂ કરાતા માત્ર ૮ હજાર ગુણીની આવક થઈ

ગૉડલમાં મગફળીનાં પાલની કુલ ૮ હજાર ગુણીની આવક હતી અને ૩૦ હજાર ગુણી પડતર હતી, જેમાંથી ૨૨૫૦૦ ગુણીનાં વેપારો થયા હતાં. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૯૭૫થી ૧૦૭૫, રોણહીણીમાં રૂ.૮૫૦થી ૧૦૧૬, ૬૬ નંબરમાં રૂ.૬૯૦૦થી ૧૧૦૬નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૦૦નાં ભાવ હતાં.


રાજકોટમાં ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને નવી આવકો આજે થશે. ભાવ ટીજે ૩૭માં રૂ.૯૦૦થી ૧૦૨૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૬૮૫૦થી ૧૦૪૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૯૬૦, જી-ર૦માં રૂ.૬૮૦થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ અને ૯૯ નં.માં રૂ.૯૨૦થી ૯૮પનાં ભાવ હતાં. ૯ નંબરનાં રૂ.૧૦૫૦થી ૧૧૨૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૭૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧રરપનાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.


મહુવામાં ૫૧૦૦ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ માં રૂ.૯૫૨ થી ૧૧૭૫ અને જી-૨૦માં રૂ.૮૩૬થી ૧૦૭૮નાં ભાવ હતાં.

ડીસામાં ૩૨૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦થી ૧૧૨૧નાં હતાં. હીંમતનગરમાં ૪ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨રપથી ૧૩૭૮નાં ભાવ હતાં.

Leave a Comment