ઉત્તર ભારતમાં કપાસની આવક ધારણાથી ઓછી રહેતા ભાવ ઊંચા ટકેલા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશમાં કપાસ-રૂની આવક મંગળવારે અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. સીસીઆઇ દ્રારા એક લાખ ગાંસડીરૂના કપાસની જ ખરીદો કરવાની જાહેરાતને પગલે રૂની આવક વધતી અટકી ગઇ છે.

ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૨૮ થી ૩૦ હજાર ગાંસડીથી આવક વધતી નથી. સફેદ માખીને પ્રોબ્લેમને કારણે આ ત્રણેય રાજ્યોમાં કપાસની કવોલીટી બગડી રહી હોઈ ભાવ પણ એકધારા ઘટી રહ્યા છે.


ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસના ભાવ મણના રૂ।.૧૦૮૦ થી ૧૧૪૦ વચ્ચે અથડાય રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાનામાં રૂની આવક પપ થી ૬૫ હજાર ગાંસડી વચ્ચે ટકેલી હતી.

સમગ્ર દેશમાં મંગળવારે કપાસના ભાવ ટકેલા હતા માત્ર નોર્થમાં હલકી ક્વોલીટીના કપાસના મણે રૂ.5 ઘટયા હતા

ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક મંગળવારે ત્રણ લાખ મણ આસપાસ હતી પણ કડીમાં દેશાવરના કપાસની આવક એકધારી ઘટી રહી છે. આંધ્ર અને કર્ણાટકના કપાસની આવક હવે ક્વોલીટી નબળી પડતી એકદમ ઓછી રહી છે.


મહારાષ્ટ્રની આવક પણ વધ-ઘટે ૨૫૦ થી ૩૦૦ ગાડી રહે છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ૧.૭૫ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ.૬૯૫૦ થી ૧૦૦૦ અને ઊંચામાં રૂ.૧૧૨૦ થી ૧૧૪૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૬૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૪૦ થી ૧૦૭૦ હતા.

ગુજરાતમાં બપોર બાદ હલકા અને મિડિયમ કપાસમાં મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા પણ સારી ક્વોલીટીના કપાસના ભાવ ટકેલા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે સારી કવોલીટીન કપાસની અછત દિવસેને દિવસે વધી રહી હોઇ હાલ જીનર્સો સારી કવોલીટીના કપાસના ઊંચા ભાવ દેવા તૈયાર છે પણ હલકો અને મિડિયમ કપાસ કોઇને લેવો નથી.


ગામડે બેઠા નવા કપાસના ભાવ રૂ.૧૦૭૦ થી ઊંચામાં રૂ.૧૧૦૦ બોલાય રહ્યા છે. જીનપહોંચ કપાસના મંગળવારે ટકેલા હતા. જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૩૫ થી ૧૧૪૦ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૨૦ થી ૧૧ર૨રપ, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મંગળવારે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટતાં કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૨ સુધર્યા હતા. કપાસિયાના ભાવ સુધર્યા હોઇ કપાસને ટેકો મળ્યો હતો.

મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૦૫૦-૧૧૧૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૨૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૪૦ અને કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૪૦ બોલાતા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment