ગુજરાતમાં કપાસની બજારમાં વધુ રૂ.૧૫ થી ર૦નો ઘટાડો હતો, જેમાં ગુજરાતના માર્કેટયાર્ડઓમાં આવક ઘટી ૨.૧૧ લાખ મણ થઈ હતી, જયારે અન્ય રાજ્યોની અવાક ગુજરાતમાં વધી હોવાનું જણાય રહ્યું છે.
ગુજરાતમાં મહારાષ્ટ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત પરપ્રાંત, મેઈનલાઇન, લોકલ મળી કુલ ૫૦૦ ગાડીના કામકાજ હતા. બ્રોકરોના મતે બજારમાં અનિશ્ચિતતા છે, જીનર્સો ડીસ્પેરિટીનું કારણ આપી ખરીદીથી દૂર રહે છે, તો નવી શરત – જૂની શરતોનો વિવાદ ચર્ચામાં છે, માર્કેટમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે.
હાલ કપાસનાં ભાવમાં સતત ત્રિજા દિવસે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો જોવા મળ્યો હતો…
તાજેતરમાં જીનર્સોની બેઠકમાં ધીમી ગતિએ કપાસની ખરીદી તેમજ નવી શરતથી રૂનું વેચાણ કરવાનું નક્કી થયા બાદ હવે યોજાનારી આગામી મીલર્સની બેઠકમાં શું નક્કી થાય છે જેના પર મીટ મંડાઈ છે.
- ગુજરાતમાં મિલોની માંગની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં ઉછાળો
- ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો
- સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેયાર્ડમાં મરચનાની અવાક શરૂ, મરચાના ઉછળતા ભાવ
- ગુજરાતમાં શિયાળુ ઘઉં વાવેતરમાં બિયારણ ની માંગ નીકળતા ઘઉંના ભાવ માં ઉછાળો
કોઈપણ કૃષિ જણસીની બજારમાં તેજી થયા પછી, એને સ્થિર રાખવા માટે જેમ સપોર્ટ પરિબળો કામ કરતા હોય, એજ રીતે બજારને પાડવા માટેના જાજા પરિબળો ભો-માંથી ભાલાની જેમ નીકળી પડતા હોય છે…
ભારતના અન્ય રાજ્યો એટલે કે પરપ્રાંતના કપાસમાં રૂ.૧૬૦૦-૧૬૭૦, લોકલ કપાસમાં રૂ.૧૬૫૦-૧૬૮૦ના ભાવે કામકાજ થયા હતા.
રૂની બજારમાં નિકાસ પ્રતિબંધ અથવા કપાસની નિકાસ પર ડ્યુટી લગાડવાની અફવાઓ કરી રહી છે એના પરિણામે જ છેલ્લા બે-ત્રણ દિવસથી કપાસની બાજર ઢીલી પડી હોવાનું કારણ બહાર આવ્યું છે. કપાસના સારા ભાવને “કિસીકી નજર ન લગે”.