ડુંગળીની બજારમાં વન-વે તેજી જોવા મળી રહી છે. નવી સિઝન એકાદ મહિનો લેઈટ અને પાક ઓછો હોવાથી બજારો તહેવારો પહેલા જ ઝડપથી ઉપર વધી ગઈ છે.
ડુંગળીનાં ભાવ આજે વધીને ગુજરાતમાં મણનાં રૂ.૧૦૦૦ની ઉપર પહોંચ્યાં હતાં, જ્યારે નાશીકમા પણ બજારો આવા જ હતા. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ડુંગળીમાં વન-વે તેજીઃ ભાવ વધીને રૂ.૧૦૦૦ની સપાટોને પાર પહોચ્યાં, નાશીકમાં પણ સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ ઊંચકાયા…
ડુંગલીનાં વેપારીઓ કહે છેકે નવી ડુંગળીની આવકો સામે લેવાલી સારી છે. નિકાસવેપારો પણ ચાલુ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
થોડા દિવસ પહેલા ગુજરાતમાં ડુંગળીની સપ્લાય ખોરવાઈ જતાં ડુંગળીના ભાવમાં ઊછાળો જોવા મળી હતી. હાલ એજ ભાવ વધારો સતત જોવા મળી રહ્યો છે.
ગોંડલમાં લાલ ડુંગળીની ૧૫ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૫૧ થી ૧૦૩૧ હતાં. રાજકોટમાં ડુંગળીની ૨૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૧૧ થી ૯૧૧ હતાં. નવી ડુંગળીમાં રૂ.૧૦૦૦ની ઉપરના ભાવ હતાં.
મહુવામાં લાલ ડુંગળીની ૩૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૩૦ થી ૯૩૭ અને સફેદમાં ૩૮૯ થેલીની આવક સામે ભાવ રૂ.૧૯૫ થી ૮૩૬નાં હતાં.
નાશીકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલનાં રૂ.૨૦૦૦ થી ૪૫૦૦ની વચ્ચે ભાવ ચાલી રહ્યાં છે. સરેરાશ ભાવ રૂ.૪૨૦૦નાં હતાં. ડુંગળીમાં સોમવારની તુલનાએ ક્વિન્ટલે રૂ.૪૦૦ની તેજી આવી ગઈ છે. બે દિવસમાં ભાવ રૂ.૮૦૦ વધી ગયા છે.