સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ ઘઉનાં ભાવ સતત તુટી રહ્યાં છે અને પીઠો આજે મણે રૂ.૫થી ૧૦ નરમ રહ્યાં હતાં. નિકાસકારોની લેવાલી પણ ઘટી છે.

કેશોદ, કોડીનાર-ગોંડલ સહિતનાં સેન્ટરનાં વેપારીઓ કહેછે કે અમારા પીઠાઓમાં આજે છૂટક-છૂટક આવકો હતી. જૂનાગઢમાં ૨૦૦ કોથળા ડાયરેક્ટ મિલોમાં પણ સેમ્પલ માટે આવ્યા હતાં અને નવા ઘઉંનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૩૫૦ આસપાસ ક્વોટ થયાં હતાં.

આગામી એકાદ સપ્તાહમાં ઘઉની આવકો રેગ્યુલર શરૂ થઈ જશે અને સમગ્ર સૌરાષ્ટ્રની આવકો એકથી ત્રણ હજાર કોથળા જેટલી આવવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. પરિણામે ઘઉંમાં તેજીનાં વળતા પાણી શરૂ થઈ ગયાં છે અને નવો પાક સારો આવે તેવી ધારણા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment