સીંગતેલ ઘટતા મગફળીમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ભાવ ઘટી રહ્યાં હોવાથી પિલાણ મગફળીમાં મણે રૂ.પથી ૧૦નો ઘટાડો જોવામળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

મગફળીની વેચવાલી હાલ એકદમ ઓછી છે, અને મગફળીના ભાવ ઘટતા વેચવાલી વધે તેવા ચાન્સ ઓછા છે. હાલ જે સારી મગફળી જેની પાસે પડી છે એ મજબૂત હાથોમાં હોવાથી તુરંત વેચવાલી આવે તેવીસંભાવનાં ઓછી છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં પિલાણ ક્વોલિટાં સુધારો થવાની ધારણાં નથી.

ગોંડલમાં મગફળીની ર૦થી ૨૩ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૨૦૦૦ ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીના ભાવ જી-૨૦માં રૂ.૧૦૫૦થી ૧૨૧૧, રોહીણીમાં રૂ.૧૦૦ થી ૧૨૯૧, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૨૦૭નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૬ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૨ર હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીના ભાવ ટીજે ૩૭માં રૂ.૬૫૦થી ૧૧૩૦, ૨૪ નં.રોહિણીમાં રૂ.૬૫૦થી ૧૧૪૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૮૦થી ૧૦૬૦, જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૪૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૩૦ અને ૯૯ નં.માં રૂ.૧૦૬૦થી ૧૧૦૫નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.

સીંગદાણામાં પણ નરમાઈનો માહોલ જોવા મળ્યો…

જામનગરમાં ૪૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીના ભાવ જી-ર૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૩૫, જી-૩૭નાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૦૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૫૦ અને રોહીણીમાં રૂ.૬૫૦થી ૧૧૮૦નાં ભાવ હતાં.

મહુવામાં ૪૦૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીના ભાવ માં રૂ.૧૦૦૦ થી ૧૧૯૭ અને જી-ર૦માં રૂ.૮૮૧ થી ૧રપપનાં ભાવ હતાં. જી-પમાં રૂ.૬૯૯૧ થી ૧૧૭૬નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૨૦૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીના ભાવ રૂ.૧૩૦૦ થી ૧૫૪૨ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment