હાલ કપાસની બજાર પંદરથી વીસ રૂપિયા ઢીલી હતી. ગુજરાતમાં આજે કેટલાક સેન્ટરોમાં મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની આવકો થઇ હતી. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી – વિજાપુર લાઈનમાં પરપ્રાંતની ૪૦૦ થી ૫૦૦ ગાડીઓની આવકો હતો.
અગ્રણી બ્રોકરો કહે છે કે હાલ ડીસ્પેરિટીને કારણે જીનોવાળા ઉત્સાહપુર્વકની ખરીદીથી દૂર છે, તેમ છતાં છુટાછવાયા કામકાજ વચ્ચે આજે મહારાષ્ટ્રના ખાનદેશ, મરાઠાવાડ સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશથી કપાસની આઠ દસ ગાડીઓ ઠલવાઈ હતી.
ગુજરાતમાં લોકલ અને અન્ય રાજ્યોની કપાસની અવાક માં વધારો છતાં, કપાસના ભાવમાં ઉછાળો |
સૌરાષ્ટ્રમાં રૂના વ્વવસાય સાથે સંકળાયેલા બ્રોકરોએ જણાવ્યું હતું કે, આ સાલ મહારાષ્ટ્રના કપાસમાં પડતર ઓછી હોવાથી, તેમજ મહારાષ્ટ્રના ખેડૂતોને ઘરઆંગણે જ સારા ભાવ મળી રહેતા હોવાથી મહારાષ્ટ્રના કપાસની આવકો પ્રમાણમાં ઓછી થઇ રહી છે.
ગુજરાતના પીઠાઓમાં લોકલ કપાસની આવકો વધી ૩.ર૧ લાખ મણે પહોંચી ગઇ, મહારાષ્ટ્રમાંથી કપાસના કુલ ૪૦૦ થી ૫૦૦ વાહનોની આવક, ગોંડલ તરફ કર્ણાટકના કપાસની ચાર થી પાંચ ગાડીઓ ઠલવાઇ, મહારાષ્ટ્ર કરતા કર્ણાટકના કપાસની ક્વોલિટી સારી, રૂ.૧૬૫૧નો ભાવે સોદા…
બાકી સીઝન દરમિયાન બોટાદ, ઢસા તરફ જ પરપ્રાંતના કપાસની અંદાજિત દૈનિક ૫૦૦ ગાડીઓ ઠલવાતી હોય છે, હાલ મહારાષ્ટ્ર તરફથી માંડ ૫૦ થી ૪૬૦ ગાડીઓની આવક થઈ રહી છે. બાકી સુરેન્દ્રનગર લાઇનમાં પણ વધારે કપાસની આવક લોકલ વાહનો દ્વારા જ થઇ રહી છે.
હડમતાલા, ગોંડલ, પડધરી, તરઘડી બધુ મળીને પરપ્રાંતના કપાસની ૨પ થી ૩૦ ગાડીઓની આવકો હતી, દરમિયાન શાપરમાં આજે કર્ણાટકથી કપાસની ૪ થી પ ગાડીઓ આવી હતી.
આ પણ વાંચો :
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
- ગુજરાતમાં સફેદ તલ ના ભાવમાં ઘટાડો થતા કાળા તલના ભાવમાં આવ્યો ઉછાળો
કર્ણાટકના કપાસના પ્રતિ મણના ઊંચામાં રૂ.૧૬૫૧ના ભાવ બોલાયા હતા. કપાસની ક્વોલિટી પણ પ્રમાણમાં સારી ગણાવાઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાત સ્થિત કડી – વિજાપુર લાઈનમાં મહારાષ્ટ્રના કપાસની પ્રમાણમાં સારી આવકો નોંધાઇ હતી.
મહારાષ્ટ્રના ખાનદેશ અને મરાઠાવાડમાંથી આવી રહેલા કપાસમાં હવાનું પ્રમાણ હજુ પણ ૬૦ પોઇન્ટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૦૦ થી ૧૫૫૦ના ભાવે સોદા પડ્યા હતા. જ્યારે લોકલ કપાસમાં હવાનું પ્રમાણ ઘટવા લાગતા સુધરતી ક્વોલિટી વચ્ચે કપાસના પ્રતિ મણે રૂ.૧૫૦૦ થી ૧૬૨૫ સુધીના ભાવ બોલાયા હતા.
ગુજરાતના પીઠાઓમાં આજે કપાસની આવકો વધી ૩૨૧૫૦૦ મણે પહોંચી હતી, સૌથી વધુ બોટાદ સેન્ટરમાં ૮૦૦૦૦ મણની આવકો નોંઘાઇ હતી. પ્રતિ મણના ભાવ રૂ.૭૦૦ થી ૧૭૫૦ સુધી બોલાયા હતા. જસદણના વીંછિયા સેન્ટરમાં સૌથી કપાસનો ઊંચો ભાવ બોલાયો હતો.