મગફળીમાં વેચવાલી ઘટતા ઊચી સપાટીએ સ્થિરતા, મગફળીના ભાવમાં અને સીંગદાણા માં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં વેચવાલી ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ સીંગદાણામાં માંગ સારી હોવાથી તેના ભાવ સુધરી રહ્યં છે, જેને પગલે મગફળી મચક આપે તેવુ લાગતુ નથી. મગફળીની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી વધશે તો બજારો ઘટશે, નહીંતર દિવાળી સુધી ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે.

live commodity market price of peanut sales stabilize agriculture in Gujarat groundnut price and singdana bhav rise
મગફળીમાં વેચવાલી ઘટતા ઊચી સપાટીએ સ્થિરતા, મગફળીના ભાવમાં અને સીંગદાણા માં ઉછાળો

{tocify} $title={વિષય સૂચિ}

ગોંડલ મગફળીની આવક

ગોંડલમાં હવે એક દિવસ ચાલે તેટલો જથ્થો પડ્યો છે, પરિણામે શુક્રવારે રાત્રે નવી આવકો કરવાનાં છે ત્યાં કેટલી આવક થાય છે તેનાં ઉપર સૌની નજર છે. ડીસામાં પણ એક દિવસની રજા બાદ પણ આવકો વધી નથી અને હવે એક લાખ ગુણીની આવક હમણાં થાય તેવા સંજોગો ન હોવાથી વાત પણ ટ્રેડરો કરી રહ્યાં છે.

ગોંડલ મગફળીના ભાવ

ગોંડલમાં મગફળીનાં ૪૩થી ૪૪ હજાર ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૨૦, ૩૯ નબંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૫૦ અને જીણી અન્ય જાતોમાં રૂ.૯૦૦ થી ૧૦૦૦નાં ભાવ હતાં.

ગોંડલમાં નવી આવકો આજે શુક્રવાર રાત્રે શરૂ કરશેઃ ડીસામાં પણ મગફળીની આવકોમાં ઘટાડો આવ્યો હતો…

રાજકોટ મગફળી ના ભાવ

રાજકોટમાં ૭૦ હજાર ગુણીની આવક થઈ હતી અને ૧૬ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ ર૪ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૧૫૦, ૩૭ નંબરમાં રૂ.૬૩૦ થી ૧૧૦૦, ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧૩૦ અને જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧ર૧૫નાં ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૧૩૦ થી ૧૩૦૦નાં ભાવ હતાં.

હળવદ મગફળી ભાવ

હળવદમાં ૨૦ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ કોકાકોલામાં રૂ.૬૫૦ થી ૧૦૦૦ અને સારી મગફળીમાં રૂ.૧૧૫૦ થી ૧૨૦૦ સુધીના ભાવ હતાં.

આ પણ વાંચો :

હિંમતનગરમાં મગફળીના ભાવ

હિંમતનગરમાં ર૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં માં રૂ.૧૦૫૦ અને ઊંચામાં ૧૪૭૦ નાં હતાં.

ડીસા મગફળી ના ભાવ

ડીસામાં ૭૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૦ થી ૧૩૧૩નાં ભાવ હતાં. ડીસામાં હવે આવકો ૭૫ હજાર ગુણીથી વધે તેવી સંભઆવનાં હાલ પૂરતી ઓછી દેખાય રહી છે.

પાલનપુરમાં ૩૦ હજાર ગુણી ભાવ રૂ.૧૦૦૦ થી ૧૩૬૮ અને પાથાવાડામાં ૪૫ હજાર ગુણી ભાવ રૂ.૧૦૫૦ થી ૧૧૯૦ અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક સાથે ભાવ જીનીના રૂ. ૧૨૦૦ થી ૧૪૩૦ અને જાડીમાં રૂ.૧૦૬૦ થી ૧૨૧૦ થયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment