વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે આ સપ્તાહના અંતમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. શુક્ર, શનિ અને રવિ દિવસનું તાપમાન ૩૪ થી ૩૮ ડીગ્રી તો અમુક સ્થળોએ ૩૮ ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના વ્યકત કરે છે.
તેઓએ જણાવેલ કે ગત આગાહીમાં જણાવેલ કે ગુલાબી ઠંડી એકાદ દિવસ જોવા મળે તે રીતે ગઈકાલે રાજકોટમાં ન્યુનતમ તાપમાન ૧૧.૮ હતુ.
આજે ન્યુનતમ તાપમાન વિવિધ સેન્ટરનું આ પ્રમાણ છે. અમદાવાદ ૧૬.૫ (નાર્મલથી ૩ ડીગ્રી ઉ રાજકોટ ૧૩.૨ (નોર્મલથી ૧ ડીગ્રી નીચે), ડીસા ૧૨.૬ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), વડોદરા ૧૬.૪ (નોર્મલથી ૨ ડીગ્રી ઉંચુ), ભુજ ૧૪.૯ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચું), એનો મતબલ એમ થયો કે હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં નોર્મલથી એક-બે ડીગ્રી વઘધટ છે અને મહતમ તાપમાન નોર્મલથો બે ડીગ્રી વધઘટ છે.
તા.૧૬ થી ૧૮ દિવસનું તાપમાન ૩૪ થી ૩૮ ડીગ્રીની રેન્જમાં આવશે તો કોઇક સ્થળોએ ૩૮ ડીગ્રીને પણ વટાવી જશે : તાપમાન ૪ થી ૬ ડીગ્રી વધશેઃ ન્યુનતમ તાપમાન ૧૫ થી ર૦ ડીગ્રીની રેન્જમાં આવવાની શકયતા…
જેમાં ગઇકાલે અમદાવાદ ૨૯.૬ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ), રાજકોટ ૩૨.૩ (નોર્મલથી ૨ ડીગ્રી ઉંચુ), ડીસા ૩૦.૧ (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), વડોદરા ૩૦ (નોર્મલથી ૨ ડીગ્રી નીચુ),ભુજ ૩૦.૨ (નોમલ) છે.
વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે તા. ૧૨ થી ૧૯ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે.
આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ ૧૦ થી ૧૫ કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો ૨૦ થી રપ કિમી/કલાક સુધી પહોંચશે . ૧૯મી ફેબ્રુઆરીએ પવન પશ્ચિમ દિશામાંથી આવવાની ધારણા છે અને તેથી સવારે ભેજનું પ્રમાણ પણ વધશે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ધુમ્મસભર્યા હવામાન માટે નજર રાખવી જોઈએ. આગાહીના સમયગાળાના અક દિવસો (૧૨મી થી ૧૩મી ફેબ્રુઆરી અને ૧૮મી) પર છૂટાછવાયા વાદળોની શકયતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યુનતમ તાપમાન ૧૨ ડીગ્રી થી ૧૪ ડીગ્રી છે. આગાહીના સમયગાળા દરમિયાન આ સામાન્ય લધુત્તમ તાપમાન ૧૩ ડીગ્રી થી ૧૫ ડીગ્રી થવાની ધારણા છે. આગાહીના સમયગાળા દરમિયાન ન્યુનત્તમ તાપમાન ૩ ડીગ્રી થી પ ડીગ્રી સુધી વધવાની ધારણા છે ખાસ કરીને ૧૬ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન ૧૫ ડીગ્રી થી ૨૦ ડીગ્રી સુધીની રેન્જ માં આવવાની શકયતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૦ થી ૩૨ ડીગ્રી ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન ૪ ડીગ્રી થી ૬ ડીગ્રી સુધી વધવાની ધારણા છે ખાસ કરી ને ૧૬ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી થી ૩૮ ડીગ્રી સુધીની રેન્જ માં આવવાની શકયતા. કોઈ જગ્યાએ ૩૮ ડીગ્રીને પાર કરી શકે.
સામાન્ય રીતે, સ્ટ્રોંગ અલ નીનો ઘટનામાં ONI મૂલ્યો +2.0 સેલ્સિયસ અથવા તેનાથી વધુ હોય છે. સુપર સ્ટ્રોંગ અલ નીનોમાં સામાન્ય રીત ONI +2.0 સેલ્સિયસ અથવા વધુ હોવા જાઈએ.
આથી વિવિધ સ્ટ્રોંગ અલ નીનો ઘટનાઓ ની તાકાત સમજવામાં અને તેની સરખામણી કરવામાં સરળતા માટે, જો સતત ત્રણ ONI ઈન્ડેક્સ +2.0 સેલ્સિયસ અથવા વધુ હોય તો હું અલ નીનોને સુપર સ્ટ્રોંગ ઈવેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવાના પ્રસતાવ મુકું છું. ૧૯૫૦ થી અત્યાર સુધી ત્રણ સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ્સ થઈ ચુકયા છે.
આવી પ્રથમ ઘટના ૧૯૮૨-૮૩ સુપર સ્ટ્રોંગ અલ નીનો હતો જેમાં સતત ONI +2.0 સેલ્સિયસ અથવા તેથી વધુ હતા, તે પૈકી બે વખત સૌથી વધુ ONI +2.2 સેલ્સિયસ હતું. બીજી સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ ૧૯૯૭-૯૮ માં હતો. જેમાં સતત પાંચ ONI +2.0 સેલ્સિયસ અથવા તેથી વધુ હતા, તે પૈકી બે વખત સૌથી વધુ ઓની +2.4 સેલ્સિયસ હતું.
ત્રીજી સુપર સ્ટ્રોંગ અલ નીનો ઈવેન્ટ ૨૦૧૫-૧૬માં સતત છ ONI +2.0 સેલ્સિયસ અથવા તેનાથી વધુ હતા. તે પૈકી બે વખત સૌથી વધુ ONI +2.6 સેલ્સિયસ હતું. વર્તમાન આગાહી અને વિશ્લેષણ ૨૦૨૩-૨૪ અલ નીનોને સુપર સ્ટ્રોંગ અલ નીનો બનવા માટે સમર્થન આપતું નથી.