વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૯ જાન્યુ.થી તા.૫ ફેબ્રુઆરી સુધીની આગાહી કરી છે.આગાહીના દિવસોમાં ઠંડીની અસર જોવા નહી મળે. ન્યુનતમ તાપમાન ૧૨ થી ૧૭ ડીગ્રીની વચ્ચે રહેશે. ઝાકળવર્ષાની વધુ સંભાવના છે. હિમાલયના તો પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થશે.
તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં ગઈકાલે મહતમ તાપમાન નોર્મલથી બે ડીગ્રી સુધી વધુ હતું. અમદાવાદ ૩૧.૧, રાજકોટ ૩૨.૩, ડીસા ૨૯.૯ ,વડોદરા ૩૨.૨ અને ભુજ ૩૦.૭ આ બધા નોર્મલથી બે ડીગ્રી તાપમાન ઉચા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ઝાકળવર્ષા અને હિમાલયના પહાડી વિસ્તારોમાં બરક વષાનો સારો રાઉન્ડ : અશોકભાઇ પટેલ…
તેવી જ રીતે આજે સવારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નોર્મલથો નજીક અથવા એક-બે ડીગ્રી વનુ જોવા મળેલ. અપવાદ એક સેન્ટર ભુજ કે જયાં નોર્મલથી ૬ ડીગ્રી ઉંચુ હતું. આજે સવારે અમદાવાદ ૧ ૩.૯ (૧ ડીગ્રી ઉચુ), રાજકોટ ૧૫.૨ (૨ ડીગ્રી ઉંચુ), ડીસા ૧૪ (રડી ઉંચુ), વડોદરા ૧૩.૨ (નોર્મલ), ભુજ ૧૭.૨ (૬ ડીગ્રી ઉંચુ).
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૯ જાન્યુ. થી પ ફેબ્રુ. સુધીની આગાહી કરતા જણાવેલ કે ર ફેબ્રુઆરી સુધી પવનો સુગ્યત્વે પશ્ચિમી રહેવાની શકયતા છે. ત્યાર બાદ ૩ ફેબ્રુ. સુધી રાત્રી પવન ઉત્તરના કુંકાશે.૪-૫ ફેબ્રુઆરીએ પવનો ફરી પશ્ચિમના ફુંકાશે.
તા.૩૦, ૩૧ જાન્યુ. અને તા.૧ ફેબ્રુ ના પવન ૧૨ થી ૨૦ કી.મી.ના ફુંકાશે. બાકીના સમય માટે પવનની ગતી ૮ થી ૧૫ કી.મી.ની શકયતા છે. પશ્ચિમી પવનો અને સવારે ભેજનું પ્રમાણ વધારે હોવાના લીધે આગાહીના અનેક દિવસો દરમ્યાન ઝાકળની શક્યતા છે. આગાહી સમય દરમ્યાન છુટાછવાયા વાદળો થવાની સંભાવના છે.
તા.૫ ફેબ્રુઆરી સુધી ઠંડોની નહિવત અસરઃ આગાહીના મહતમ દિવસોમાં ઝાકળવર્ષા જોવા મળશેઃ સવારનું ન્યુનતમ તાપમાન ૧ર થી ૧૭ ડીગ્રી વચ્ચે તો દિવસનું મહતમ તાપમાન પણ ર૮ થી ૩૪ ડોગ્રીની રેન્જમાં રહેશે : ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ…
સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં મોટા વિસ્તારોમાં જનરલ નોર્મલ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં નોર્મલ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલથી ઉંચુ રહેશે અને ગુજરાતના વધુ સેન્ટરોમાં યનતમ તાપમાનની રેન્જ ૧૨ થી ૧૭ ડીગ્રી રેન્જમાં રહેશે.
એવી જ રીતે હાલ નોર્મલ મહતમ તાપમાન ર૮ થી ૩૦ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં મહતમ તાપમાન વધુ દિવસો નોર્મલ અથવા નોર્મલથી ઉચુ જોવા મળશે. જેની રેન્જ ૨૮ થી ૩૪ ડીગ્રી વચ્ચે રહેશે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં અસર કરશે. તા.૩૦ જાન્યુઆરી અને ૩ ફેબ્રુઆરી. તા.ર૯જાન્યુ.થીપ ફેબ્રુ. જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ, ઉતરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તેમજ વરસાદનો સારો રાઉન્ડ થશે.
જેમાં મુખ્યત્વે ૩૦,૩૧ જાન્યુ. અને ૧૦ ફેબ્રુઆરી વચ્ચે ઉપરોકત વિસ્તારોમાં બીજા રાઉન્ડની શકયતા છે. નોર્થ ઇન્ડીયાના મેદાની વિસ્તારોમાં ઉપરોકત તારીખોમાં વરસાદની શકયતા છે.