Gujarat Weather Forecast: તા.23 થી 25 પવન સાથે ગુલાબી ઠંડીના અહસાસ થશે અશોકભાઈ પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

Gujarat Weather Forecast (ગુજરાત હવામાન આગાહી): ગુજરાતમાં આ અઠવાડીયે, તા. 23 થી 25 જાન્યુઆરી સિવાય, કોઇ મોટા ઠંડીના રાઉન્ડની સંભાવના નથી. હવામાનના નિષ્ણાત શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે પવનની દિશામાં ફેરફાર થશે, જેનાથી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. ખાસ કરીને ગુરૂવારથી શનિવાર સુધી પવનની ઝડપ વધી શકે છે, જે ઠંડીમાં વધારો કરશે.

ગુજરાતમાં તાપમાનની સ્થિતિ

શ્રી અશોકભાઇ પટેલે માહિતી આપી હતી કે ગત આપેલી આગાહી મુજબ, તા. 18 થી 20 જાન્યુઆરી દરમિયાન ઠંડી ઘટી ગઈ હતી. પરિણામે, અમદાવાદ, વડોદરા, ડીસા જેવા શહેરોમાં સામાન્ય તાપમાન કરતા 3 થી 5 ડિગ્રી વધારે નોંધાયું હતું.

ગુજરાતમાં આજનું તાપમાન:

  • અમદાવાદ આજનું હવામાન: 17°C (નોર્મલથી 5 ડિગ્રી વધુ)
  • વડોદરા આજનું હવામાન: 17.6°C (નોર્મલથી 5 ડિગ્રી વધુ)
  • ડીસા આજનું હવામાન: 16.1°C (નોર્મલથી 5 ડિગ્રી વધુ)
  • ભુજ આજનું હવામાન: 13.6°C (નોર્મલથી 3 ડિગ્રી વધુ)
  • રાજકોટ આજનું હવામાન: 15.2°C (નોર્મલથી 3 ડિગ્રી વધુ)
  • અમરેલી આજનું હવામાન: 15.4°C (નોર્મલથી 3 ડિગ્રી વધુ)

કેવું રહેશે ગુજરાતમાં હવામાન

તા. 21 થી 22 જાન્યુઆરી હવામાન:

  • પવનની ગતિ 10 થી 15 કિ.મી.ની રહેશે.
  • તાપમાનમાં 1-2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થવાની સંભાવના.
  • ન્યુનતમ તાપમાન 13 થી 16°C ની રેન્જમાં રહેશે.

તા. 23 થી 25 જાન્યુઆરી હવામાન:

  • પવનની ગતિ 12 થી 25 કિ.મી. નીચેથી કુંકાશે.
  • તાપમાન વધુ 1-2 ડિગ્રી ઘટી, 12 થી 14°C ની રેન્જમાં રહેશે.
  • ગુલાબી ઠંડીનો અનુભવ થશે.

તા. 26 થી 27 જાન્યુઆરી હવામાન:

  • પવનની ગતિ ફરી 10 થી 15 કિ.મી.ની રહેશે.
  • તાપમાનમાં યથાવત્ સ્થિતિ રહેશે.

કેવી રહેશે ગુજરાતમાં પવનની દિશા

તા. 21 થી 27 જાન્યુઆરી દરમ્યાન પવનની દિશા મુખ્યત્વે ઉતર પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ રહેશે. પવનની ગતિના કારણે ખાસ કરીને તા. 23 થી 25 વચ્ચે ઠંડીની તીવ્રતા વધશે.

કેવું રહેશે ગુજરાતમાં વાતાવરણ

હવામાન નિષ્ણાતો મુજબ, આ અઠવાડિયામાં આકાશ મુખ્યત્વે ચોખ્ખુ અને ખુલ્લુ રહેશે. જો કે, કયારેક હલકી વાદળછાયા જોવા મળી શકે છે. હાલ, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યુનતમ તાપમાન 11 થી 13°C ની આસપાસ જોવા મળે છે.

ન્યૂનતમ તાપમાનની આગાહી

  • તા. 21 અને 22: 13 થી 16°C
  • તા. 23 થી 25: 12 થી 14°C
  • તા. 26 અને 27: 13 થી 15°C

આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય ઠંડી રહેશે, પરંતુ 23 થી 25 જાન્યુઆરી દરમ્યાન પવનની ગતિ અને દિશાના આધારે થોડું વધુ ઠંડકનો અનુભવ થશે. આ સમયગાળા દરમિયાન, લોકોને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

This will close in 0 seconds