Gujarat Rain Updates: અશોકભાઈ પટેલની આગાહી : ૬ થી ૧૨ જુલાઈ વરસાદનો સારો રાઉન્ડ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા.૬ થી ૧ર જુલાઈ દરમ્યાત વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ગુજરાત રાજયના ૪૪ તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી ૧૫ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે વરસાદ પડયો છે. ૪ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં અત્યાર સુધી જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં ૨૦૦ ટકા વધુ વરસાદ થયો છે. માત્ર કચ્છની વાત કરીએ તો ૫૪૬ ટકા નોર્મલથી વધુ વરસાદ થયેલ છે. જયારે ગુજરાત રીજનમાં ૩૭ ટકા વધુ વરસાદ નોર્મલથી થયેલ છે.

સોરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૩૦ ટકા વિસ્તારોમાં આગાહી સમયમાં અમુક દિવસે વરસાદની શકયતાઃ કુલ વરસાદ દોઢ ઈંચ સુધી…

હાલની પરીસ્થિતિ મુજબ એકસીસ ઓફ મોતસૂનબીકાનેર,ગુના, અંબીકાપુર, બાલાસોર અને ત્યાંથી બંગાળની ખાડી તરફ લંબાય છે. એકં ઈસ્ટવેસ્ટ સિયરઝોન ૧૫ ડીગ્રી લેટીટયુડ એટલે કે ગોવા ઉપરથી ૪.૫ કિ.મી.થી ૭.૬ કિ.મી.ની ઉચાઈએ પસાર થાય છે.

ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરાલા સુધી છે.એકયુએસી નોર્થ અને લાગુબંગાળતી ખાડીએ ૧.૫ કિ.મી.થી લઈ ૭.૬ કિ.મી. સુમીની ઉંચાઈ સુધી છે. વધતી ઉચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. યુપીના મધ્ય ભાગમાં ૩.૧ કિ.મી.ના લેવલનું યુએસી છે.

અતિભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં વરસાદની કુલ માત્રા ૮ ઈંચને પણ વટાવી જશે. બાકી રહેતા 30% વિસ્તારમાં આગાહી સમયના ઘણા દિવસ વધુ વરસાદની શકયતા: કુલ માત્રા 3 થી ૫ ઈંચ….

એકં યુએસી ૧.૫ કિ.મી.ના લેવલનું નોર્થ પાકિસ્તાન અને પંજાબ ઉપર છે. આગાહી સયમાં વિવિધ પરીબળો ડેવલપ થશે. જેમાં ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો અમુક દિવસ દક્ષિણ તરફ આવશે. મહારાષ્ટ્ર ઉપર અને અરબી સમુદ્રમાં ૩.૧ કિ.મી.ના લેવલે યુએસી થશે. જે બહોળા સર્કયુલેશનરૂપે ઉત્તર તરફ આગળ વધશે.

ગુજરાત રાજય ઉપર આવતા દિવસોમાં યુએસી થશે. જેનો ટ્રફ મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાશે. ઉપરોકંત પરીબળો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં વરસાદના રાઉન્ડ માટે ફાયદારૂપ રહેશે.

સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છના ૪૦ ટકા વિસ્તારોમાં આગાહીના ઘણા દિવસ વરસાદની શકયતાઃ કુલ માત્રા દોઢ થી ત્રણ ઇંચ. ૪ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં નોર્મલથી ર૦૦ ટડા વધુ વરસાઠ પડયો…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૬ થી ૧ર જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં આગાહી સમયમાં સારા વરસાદના નવા રાઉન્ડની શકંયતા છે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ વરસાદના રાઉન્ડની શકયતા છે.

સૌરાષ્ટ્ર- ગુજરાત-કચ્છના ૩૦ટકા વિસ્તારમાં આગાહી સમયમાં અમુક દિવસ વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ ૪૦મી.મી. (દોઢ ઈચ). ૪૦ ટકા વિસ્તારમાં આગાહી સમયના ઘણા દિવસ વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ ૪૦ થી ૮૦ મી.મી. (દોઢથી ત્રણ ઈચ).

બાકી રહેતા ૩૦ ટકા વિસ્તારમાં આગાહી સમયમાં ઘણા દિવસ વડુ દિવસ વરસાદની શકયતા કુલ વરસાદ ૮૦થી ૧૨૦ મી.મી.(૩ થી ૫ ઈંચ) તેમજ અતિભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ ૨૦૦ મી.મી. (૮ ઈચ)ને પણ વટાવી જવાની શકયતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close